વાયરલ

ત્રણ ત્રણ દીપડાએ ભેગા મળીને આ નાના એવા પ્રાણી પર કરી દીધો હુમલો, છતાં જીગર એવી કે દીપડાઓને પણ હંફાવ્યા, જુઓ વીડિયો

આ નાના એવા પ્રાણીઓએ ત્રણ દીપડાઓનો કર્યો બહાદુરીથી સામનો, જેણે પણ વીડિયો જોયો એના હોંશ ઉડી ગયા, તમે પણ જુઓ

Leopard Honey Badger Fight Video : ઇન્ટરનેટ પર વાયરલ થતા વીડિયોમાં પ્રાણીઓને લગતા વીડિયો ખુબ જ પસંદ કરવામાં આવે છે. વીડિયોમાં ઘણીવાર પ્રાણીઓની દિલ જીતી લેનારી ઘટનાઓ વાયરલ થતી હોય છે તો ઘણીવાર  તેમના શિકારના વીડિયો પણ વાયરલ થતા હોય છે. તેમાં પણ વાઘ, સિંહ, ચિત્તા અને દીપડા જેવા પ્રાણીઓને શિકાર કરતા જોવાનું લોકો ખુબ જ પસંદ કરતા હોય છે.

મોટા પ્રાણીઓ નાના જીવોનો હંમેશા શિકાર કરતા હોય છે, ત્યારે હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ત્રણ દીપડા એક જીવનો શિકાર કરવા માટે ભેગા થાય છે. વીડિયોમાં બે મોટા દીપડાઓ હની બેજરને તેમના ધારદાર દાંતથી હુમલો કરીને મારવાનો પ્રયાસ કરતા જોવા મળે છે, જ્યારે બીજો દીપડો તેના વારો આવવાની રાહ જોતો જોવા મળે છે.

જો કે, આ દરમિયાન બાજી પલટાય છે અને હની બેજર પોતાને દીપડાથી મુક્ત કરાવે છે. તે તરત જ બીજા દીપડા પર હુમલો કરે છે અને પોતાને મુક્ત કરે છે. તેણે વિલંબ કર્યા વિના ત્રીજા દીપડા પર હુમલો કર્યો. હની ત્રણેય દીપડાઓ પર એક પછી એક હુમલો કરતો રહે છે. બીજી તરફ દીપડો પણ પોતાનો શિકાર છોડવાના મૂડમાં નહોતો. ફરી એક દીપડો હની બેજરની પીઠને બચકું ભરવાનો પ્રયાસ કરે છે.

હની બેજરે પણ બદલો લેવાથી જરાય પીછેહઠ કરી ન હતી અને વળતો હુમલો કર્યો હતો. ટૂંકા સંઘર્ષ પછી, હની બેજર દીપડાથી બચવામાં સફળ થાય છે, જ્યારે દીપડાઓ ભાગી રહેલા શિકારને નિહાળે છે. ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS) અધિકારી સુશાંત નંદા દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલ વીડિયોને 87,000થી વધુ વખત જોવામાં આવ્યો છે.