ખબર

“મેં સિદ્ધુ મુસેવેલાની હત્યા કરી છે અને હવે મને તમને મારવાની સોપારી મળી છે !” ગુજરાતના આ નેતાને મળી ધમકી, પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ

પંજાબના ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ કોઈને કોઈ દિગ્ગજોને જાનથી મારી નાખવાની ધમકીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ હવે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ગુજરાત અધ્યક્ષ સાબિર કાબલીવાલાને મારી નાખવાની ધમકીનો મામલો સામે આવ્યો છે.

ધમકી આપનાર વ્યક્તિએ દાવો કર્યો છે કે તેણે સિદ્ધુ મુસેવાલાની હત્યા કરી છે. આ ધમકી કોલ પર આપવામાં આવી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. AIMIM ગુજરાતના પ્રમુખ સાબીર કાબલીવાલાને આજે ધમકીભર્યો ફોન આવ્યો હતો. ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું કે, “મેં મૂસેવાલાને મારી નાખ્યો હતો. હવે તારો વારો છે. જો તારે તારો જીવ બચાવવો હોય, તો તારે બેગ ભરીને પૈસા આપવા પડશે.”

આ ધમકી બાદ સાબીર કાબલીવાલાએ પોલીસને જાણ કરી અને કેસ નોંધ્યો. હવે સાયબર એક્સપર્ટ આરોપીનું લોકેશન અને અન્ય માહિતી જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ નેતા સાબીર કાબલીવાલા AIMIMના ગુજરાત એકમના પ્રમુખ છે. આ પહેલા પંજાબના મનસાના 4 વેપારીઓને મારી નાખવાની ધમકી મળી છે.

મનસા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જોકે, ધમકીઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગની હોવાનું કહેવાય છે. જણાવી દઈએ કે આ ગેંગે સિદ્ધુ મુસેવાલાની હત્યાની જવાબદારી લીધી છે. પંજાબ પોલીસ રિમાન્ડ પર લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી રહી છે. તમને જણાવી દઈએ કે 29 મેના રોજ પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની મનસા જિલ્લાના જવાહરકે ગામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.