દરેક સ્ત્રીના જીવનમાં માતા બનવાનું સપનું ખુબ જ ખાસ હોય છે. જયારે સ્ત્રી માતા બનાવ માટે જઈ રહી હોય છે ત્યારે તે પોતાના બાળકને લઈને ઘણા બધા વિચારો કરતી હોય છે. પરંતુ માતાના ગર્ભમાં રહેલું એ બાળક શું વિચારતું હશે, તે તેની માતાને પણ ખબર નથી હોતી. આવા જ ઘણા સવાલોના જવાબ ગરુડ પુરાણ પાસેથી મળી આવે છે. આજે અમે તમને ગરુડ પુરાણ અનુસાર આવી જ કેટલીક વાતો જણાવીશું જે બાળકના ગર્ભમાંથી લઈને જન્મ સુધીના વિચારો વિશે જણાવશે.

ગરુડ પુરાણ અનુસાર સ્ત્રીઓમાં માસિક ધર્મ દરમિયાન સંતાનની ઉત્પત્તિ થાય છે. જેના કારણે ત્રણ દિવસ સ્ત્રી અપવિત્ર રહે છે. માસિક ધર્મમાં સ્ત્રી પહેલા દિવસે ચાંડાલી, બીજા દિવસે બ્રહ્મઘાતિનીના સમાન અને ત્રીજા દિવસે ધોબીનના સમય રહે છે. આ ત્રણ દિવસમાં નર્કમાંથી આવેલા જીવ ઉત્પન્ન થાય છે.
ઈશ્વર દ્વારા પ્રેરિત થયેલા કર્મો અનુસાર શરીર ધારણ કરવા માટે પુરૂષનું વીર્ય બિંદુના માધ્યમથી સ્ત્રીના ગર્ભમાં જીવ પ્રવેશ કરે છે. એક રાતનો જીવ સુક્ષ્મ કળ, પાંચ રાતના જીવ પરપોટા સમાન તથા દસ દિવસ વ્યતિત થયા બાદ આ જીવ બોર સમાન દેખાય છે. જે બાદ તે એક માંસના પીંડ જેવો આકાર ધારણ કરી ઈંડા સમાન થઈ જાય છે.

એક મહિનામાં મસ્તક, બીજા મહિનામાં હાથ વગેરે અંગોની રચના થાય છે. ત્રીજા મહિનામાં નખ, રોમ, હાડકા, લિંગ, નાક, કાન, મોઢું, જેવા અંગ બની જાય છે. ચોથા મહિનામાં ત્વચા, માંસ, લોહી, ચરબી, મજ્જાનું નિર્માણ થાય છે. પાંચમાં મહિને શિશુને ભૂખ-તરસની અનૂભુતિ થવા લાગે છે. છઠ્ઠા મહિનામાં શિશુ માતાના ગર્ભાશયની પટલને ઢાંકી છે અને તેમાં ફરવાનું શરૂ કરે છે.
માતા દ્ધારા ખાવામાં આવેલો ખોરાક વગેરેથી વધેલું તે બાળક વિષ્ઠા (ગંદકી), મૂત્ર વગેરેનું સ્થાન તથા અહીં અનેક જીવોની ઉત્પત્તિ થાય છે, એવા સ્થાન પર માતાના ગર્ભમાં શિશુ સુઈ જાય છે. અહીં કૃમિ જીવ કરડવાથી તમામ અંગે પીડા પામે છે, જેના કારણે તે વારંવાર બેભાન પણ થઈ જાય છે. માતા જે પણ કડવું, તીખું-તળેલું, સૂકા ખોરાકનું સેવન કરે છે તો તે ગર્ભમાં રહેલા બાળક માટે ખૂબ નુકસાનદાયક બની શકે છે.

ત્યારબાદ બાળકનું માથું નીચેની તરફ તથા પગ ઉપરની તરફ હોય છે, તે આમ-તેમ હલી નથી શકતું. જે પ્રકાર પાંજરામાં રાખેલુ પક્ષી રહેતું હોય છે, તે જ પ્રકારે બાળક માતાના ગર્ભમાં દુ:ખથી રહે છે. આ બાળક સાત ધાતુઓથી બાંધેલુ ભયભીત થઈ હાથ જોડી ઈશ્વરની (જેને તેને ગર્ભમાં સ્થાપિત કર્યું છે) સ્તુતિ કરવા લાગે છે.
સાતમાં મહિનામાં પ્રવેશતા બાળકને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને તે વિચાર છે “હું ગર્ભમાંથી બહાર આવીશ તો ભગવાનને ભૂલી જઈશ. આવું વિચારીને તે દુ:ખી થઈ જાય છે. સાતમાં મહિનામાં બાળક અત્યંત દુ:ખથી વૈરાગ્યયૂકત થઈ ઈશ્વરની સ્તુતિ આ પ્રકાર કરે છે “લક્ષ્મીના પતિ, સંસારના પાલનહાર અને જે તમારા શરણે આવશે તેમનું પાલન કરનાર ભગવાન વિષ્ણુને હું શરણાગત થાવ છું.

માતાના ગર્ભમાં રહેલું બાળક ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા વિચાર કરે છે કે “હે ઈશ્વર, તમારી માયાથી હું મોહિત દેહ વગેરેમાં અને આ મારૂ આવું અભિમાન કરી જન્મ-મરણને પ્રાપ્ત થાવ છું. મેં મારા પરિવાર માટે શુભ કામના કરી, તો તે લોકો ખાઈ-પીને ચાલ્યા ગયાં. હું એકલો દુ:ખ ભોગવી રહ્યો છું. હે ભગવાન… આ યોનિથી અલગ થવા તમારા ચરણોમાં સ્મરણ કરી પછી એવા ઉપાય કરીશ, જેથી હું મુક્તિને પ્રાપ્ત કરી શકું.
ફરી ગર્ભમાં બાળક વિચારે છે કે “હું દુ:ખી વિષ્ઠા (ગંદકી) અને મૂત્રના કુવામાં છું અને ભૂખથી વ્યાકુળ આ ગર્ભથી અલગ થવાની ઈચ્છા રાખું છું, હે ભગવાન. મને કયારે બહાર કાઢશો? બધા ઉપર દયા કરનાર પરમેશ્વરે મને આ જ્ઞાન આપ્યું છે, તે ઈશ્વરના હું શરણમાં જાવ છું, એટલા માટે મારા પુન: જન્મ-મરણ થવું ઉચિત્ત નથી.”

ગરુડ પુરાણનાં જણાવ્યા પ્રમાણે પાછું માતાના ગર્ભમાં રહેલું બાળક ભગવાનને કહે છે કે “હું આ ગર્ભથી અલગ થવાની ઇચ્છા નથી રાખતું કારણ કે, બહાર આવ્યા બાદ પાપ-કર્મ કરવા પડે છે, જેથી નર્ક પ્રાપ્ત થાય છે. આ કારણ મોટું દુ:ખથી વ્યાપ્ત છું ફરી પણ દુ:ખ રહિત રહૂ અને તમારા ચરણનો આશ્રય લઈને હું આત્માના સંસારથી મુક્તિ મેળવીશ.
આ પ્રકાર ગર્ભમાં વિચાર કરી બાળક નવ મહિના સુધી સ્તુતિ કરતા નીચે મુખથી પ્રસૂતિના સમય વાયુ વડે બહાર નીકળે છે. પ્રસુતિની હવાથી તે જ સમયે શિશુ શ્વાસ લેવા લાગે છે. તેમજ તેને હવે તેને કોઈ વાતનું જ્ઞાન નથી રહેતું. ગર્ભથી અલગ થઈને તે જ્ઞાન રહિત થઈ જાય છે, આ કારણે જન્મ સમય તે રડવા લાગે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.