કયારેય પણ નહિ જોયો હોય ભગત સિંહ અને સ્વામી વિવેકાનંદનો આ વીડિયો, હસતા દેખાઇ રહ્યા છે શહીદ-એ-આઝમ

આપણે મહાન ક્રાંતિકારી સરદાર ભગત સિંહની કહાની તો સાંભળી જ હશે, તેમની ખાસ તસવીરોન પણ જોઇ હશે. પરંતુ કયારેય પણ તેમને ઇશારા કરતા નહિ જોયા હોય. આપણે સ્વામી વિવેકાનંદના કિસ્સા સાંભળ્યા હશે. આજે આપણા સામે ભારતના મહાન વિભૂતિયોની આર્ટિફિશિયલ ઇંટેલિજેંસ AI પ્રેરિત તસવીર હાજર છે. જયાં આપણે તેમના ચહેરાના હાવ-ભાવ જોઇ શકીએ છીએ.

શું તમે કયારેય પણ ભગત સિંહ કે સ્વામી વિવેકાનંદ કે કોઇ ઇતિહાસના મહત્વપૂર્ણ લોકોની હસતા તસવીર જોઇ હશે. પરંતુ આ મહાપુરૂષોની AI તકનીકનો ઉપયોગ કરેલી તસવીરને જોડીને વીડિયો બનાવવામાં આવ્યો છે.

આ વીડિયો તમને આ મહાપુરૂષોના જીવંત હોવાનો અહેસાસ કરાવશે. એકવાર ફરી ભગત સિંહનો દેશ પ્રેમ તમને યાદ આવી જશે.

લેખક અને ટ્વીટર યુઝર કીર્તિક શશિધરને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર AIથી પ્રેરિત કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ ખાસ તસવીરો ભારતના મહાન લોકોની છે. દેશના નિર્માણમાં મોટી ભૂમિકા નિભાવવાવાળી હસ્તિઓની તસવીરોને હસતા જોઇ ટ્વીટર યુઝર્સ પણ હેરાન છે.

જુઓ ભગત સિંહ અને સ્વામી વિવેકાનંદનો વીડિયો

તમને જણાવી દઇએ કે, ડીપ નોસ્ટેલ્લિજયા એક કૃત્રિમ બુદ્ધિમત્તા ઉપકરણ છે જે વંશાવલી વેબસાઇટ માય હેરિટેજ MyHerritage દ્વારા જારી કરવામાં આવી છે. જે તસવીરોમાં ચહેરાના એનિમેશન જોડી શકે છે.

Shah Jina