જ્યોતિષ શાસ્ત્ર

જો તમને પણ મળે આવા સંકેતો,તો સમજી જવું કે સારો સમય શરુ થવા જઈ રહ્યો છે- જાણો

જીવનમાં સફળતા મેળવવા ખુબ મહેનત કરવી પડતી હોય છે. પણ એવું જરૂરી નથી કે દરેક મહેનત કરવાવાળી વ્યક્તિને સફળતા મળે જ. ઘણા લોકો મહેનત કર્યા બાદ પણ ત્યાં નથી પહોંચી શકતા જ્યાં પહોંચવાના તે હકદાર હોય છે.

image source

ઘણી વખત સફળ વ્યક્તિ બનવા માટે મહેનત પૂરતી કરી હોય પણ અજાણ્યામાં કરેલ પાપ અને કુંડળી દોષને કારણે આપણે સફળતા મેળવી શકતા નથી. દરેક વ્યક્તિના જીવનમાં બે પહેલું હોય છે સારો સમય અને ખરાબ સમય.

જો કોઈ વ્યક્તિનો ખરાબ સમય ચાલી રહ્યો હોય તો તેનો એક ના એક દિવસ સારો સમય જરૂરથી આવશે જ.કારણકે કહેવાય છે ને કે દરેક રાતની સવાર હોય જ છે.

image source

ભગવાન દરેક વ્યક્તિની મદદ નથી કરતો. એ બસ એમની જ મદદ કરે છે જે બીજાની મદદ કરતા હોય. પણ દરેક માણસના જીવનમાં જયારે સારો સમય આવવાનો હોય ત્યારે તેને કોઈક ને કોઈક સંકેત આપી અને જાણ જરૂર કરે છે.

સારા સમય અને ખરાબ સમય બંને માટે ભગવાન સંકેત આપે છે. આવા સંકેતોને કોઈક વખત આપણે સમજી નથી શકતા. પણ આજે અમે તમને સારા સંકેતો કોને કહેવાય એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

image source

સવારે ઉઠી અને ઘણાને અરીસામાં જોવાની આદત હોય છે. જે દિવસે ઉઠી ને સવારે અરીસામાં ચહેરો જોવ અને તમને તમારા ચહેરા પર ચમક અને કોન્ફિડન્સ દેખાય તો સમજી જવું કે ખુબ જલ્દી તમારો સારો સમય શરુ થવા જઈ રહ્યો છે. સાથે જ તમારા દ્વારા કરવામાં આવેલ કામ ખુબ જલ્દી પૂરું થશે.

image source

ઘણી વખત શુભ સંકેત આપણને પશુ-પક્ષીઓ દ્વારા પણ મળતા રહે છે. જો કોઈ બિલાડી આપણા ઘરમાં બાળકોને જન્મ આપે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. સાથે જ કોઈ વાંદરો જયારે કોઈ વૃક્ષ પરથી કેરી તોડી તેની ગોટલી આપણા ઘરના આંગણામાં છોડી જાય તો તેને પણ શુભ માનવમાં આવે છે.

જો આપણી કોઈ એક આંખ ફફડાવા લાગે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે.એનો અર્થ એવો થાય કે ભગવાન આપણા પર મહેરબાન છે અને આપણું નસીબ ખુબ જલ્દી બદલવાનું છે.

image source

કોઈ વખત જયારે અચાનક આપણો ખર્ચ વધી જાય અને એ ખર્ચા પછી પૈસા પણ આવવા લાગે અને આપણી બચત વધવા લાગે ત્યારે સમજી જવું કે આ સંકેત છે કે હવે આપણા જીવનમાં બધું સારું જ થશે.

કોઈક વખત સૂતી વખતે જયારે એવું સપનું આવે કે કોઈક આપણને ભગવાનની પ્રસાદી આપતું ગયું અથવાતો તમે તમારી જાતને કોઈ ધાર્મિક કાર્ય કરતા જોઉ તો સમજી લેવું કે આ એક શુભ સંકેત છે.

image source

તમને જયારે સપનામાં કોઈ રડતું દેખાય તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. સપનામાં જયારે કોઈ તમારી મદદ કરે ત્યારે સમજવું કે સારો સમય ખુબ જલ્દી આવી રહ્યો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.