ધાર્મિક-દુનિયા

આ દિવસે હનુમાનજી મંદિરે જઈને કરો આ નાનો ઉપાય, થઇ જશો માલામાલ

જમાનો ગમે તેટલો આધુનિક થાય પરંતુ લોકો ભગવાનનની ભક્તિ કરવાનું નથી ભૂલતા. કળી યુગમાં શંકર ભગવાન પછી દયાળુ કોઈ હોય તો તે છે હનુમાનજી. કલિયુગમાં સૌથી વધુ પૂજા હનુમાનજીની કરવામાં આવે છે. હનુમાનજી એક એવા દેવતા છે જેની પૂજા ભક્તો સાચા મનથી કરે છે. જે ભક્તો સાચા મનથી પૂજા કરે છે તેની હનુમાનજી મનોકામના પણ પૂર્ણ કરી દે છે.

Image source

પૌરાણિક કથાઓ અને ગ્રંથો અનુસાર પ્રાચીન સમયમાં થોડા એવા પાત્રો છે જેમને અમર એટલે પૌરાણિક ભાષામાં ચિરંજીવી માનવામાં આવે છે. આ દરેક પાત્રોમાંથી મહત્વનું પાત્ર બજરંગબલી એટલે કે હનુમાનજીને માનવામાં આવે છે. કહેવાય છે કે શ્રીરામે બજરંગબલીને પૃથ્વીના જીવોની રક્ષા કરવા માટે અમર રહે તેવું વરદાન આપ્યું હતું.

Image source

આપણે બધા જાણીએ છીએ કે, મંગળવાર અને શનિવારના દિવસ મહાવીર હનુમાનજીને સમર્પિત છે. જો તમે આ બંને દિવસે એની વિશેષ ભક્તિ પૂજાપાઠ કરતા હોય તો મારુતિનંદન આપનાથી ખુબ જ જલદી પ્રસન્ન થઇ શકે છે. તમારી જિંદગીમાં દુઃખ અને સમસ્યા હોય તો આ ઉપાય કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. અને બધા જ દુઃખ દૂર થાય છે.

Image source

જો તમારા જીવનમાં ઘણા પ્રકારનું દુઃખ હોય અને તમારા જીવનની તકલીફથી થાકી ગયા હોય તો અપનાવો આ ઉપાય. મંગળવારના દિવસે કોઈ પણ હનુમાન મંદિરમાં ચાર લવિંગ અને એક લીંબુ લઈને જવું, હનુમાનજીને લીંબુની ઉપર ચાર લવિંગ લગાવીને હનુમાનજીને સમર્પિત કરવું. આ સાથે જ તમારે મહાવીર હનુમંતનો બીજ મંત્ર “ॐ ऐं भ्रीम हनुमते, श्री राम दूताय नम:” નો 108 વાર જાપ કરવો. જયારે તમારો જાપ પૂરો થઇ જાય ત્યારે હનુમાનજીને તમારી ઈચ્છા કહેવી.આ બાદ લીંબુને તમારી સાથે લઇ તમારી પાસે જ રાખવું. જેનાથી હનુમાનજી તમારી સમસ્યા ખુબ જ જલ્દી દુર કરશે.

જો તમે તમારી દરેક સમસ્યા ને દુર કરવા માંગતા હોય તો તેના માટે તમે કોઈ પણ જુના હનુમાન એક નારિયેળ લઈને જવું. હનુમાનજીની મૂર્તિ સામે ઉભા રહીને એ નારિયેળને તમારા માથાથી લઈને પગ સુધી સાતવાર ઉતારીને જોરથી ત્યાં જ ફોડવું. આ બાદ ત્યાં જ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. આ ઉપાય ચુપચાપ કરવો અને આ ઉપાયનો લાભ સાત દિવસમાં દેખાવા લાગશે.

Image source

હનુમાન મંદિરરે મંગળવારના દિવસે એક નારિયેળ પર સિંદુરથી સાથીયાનું ચિન્હ બનાવવું. આ બાદ નારિયેળ હનુમાનજીને ભેટ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરવો. આ ઉપાય કરવાથી તમને શીઘ્ર શુભફળની પ્રાપ્તિ થશે.