ખબર

મુકેશ અંબાણીથી પણ વધુ કમાય છે આ 10 ભારતીય, અગિયારમા નંબરે આવે છે મુકેશ અંબાણી

આજે આપણે કોઈને પણ પૂછીએ કે ભારતનો સૌથી અમિર વ્યક્તિ કોણ છે તો ગમે તેનો એક જ જવાબ હશે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો ચેરમેન મુકેશ અંબાણી. પણ વર્ષ-2019ના કેપિટલાઇન આંકડાઓ અનુસાર ભારતમાં જ 10 એવા ઉદ્યોગપતિ છે જેની સેલેરી મુકેશ અંબાણીથી ઘણી વધુ છે. ફક્ત આ વાંચી અને તમને વિશ્વાસ નહીં આવી રહ્યો હોય. તો ચાલો આજે અમે તમને એ ઉદ્યોગપતિ વિશે જણાવીએ.

image source

1.પવન મુંજાલ
હીરો મોટોકોર્પના સીએમડી પવન મુંજાલ છે અને તેમની વર્ષીય સેલેરી સૌથી વધુ છે. એમનું એક વર્ષનું પેકેજ 80.41 કરોડ રૂપિયા છે. હીરો ફિનકોર્પ અને હીરો ઈંવેસ્ટકોર્પ પ્રાઇવેટ જેવી બીજી ઘણી મોટી કંપનીઓના બોર્ડ મેમ્બર પણ છે અને ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસમાં નિદેશક પણ છે.

image source

2.એસએન સુબ્રમણ્યમ
એલએન્ડટી (L&T) ના મેનેજીંગ ડિરેક્ટર એસએન સુબ્રમણ્યમનું વર્ષીય પેકેજ છે 48.45 કરોડ રૂપિયા. એસએનએસ ના નામથી મશહૂર સુબ્રમણ્યમે જુલાઈ 2017માં કંપનીની ભાગદોડ સાંભળી હતી.

image source

3.રાજીવ બજાજ
રાજીવ બજાજ એ બજાજ ઓટોના એમડી છે અને એ પણ મુકેશ અંબાણી કરતા વધુ કમાય છે. એમની વર્ષીય આવક 32.31 કરોડ રૂપિયા છે. બજાજની ગાડીઓ ભારત સહીત દુનિયાના 70દેશોમાં ચાલે છે.

image source

4.સુનિલ ભારતી મિત્તલ
સુનિલ ભારતી મિત્તલએ એરટેલના ચેરમેન છે અને તેમનું વર્ષીય પેકેજ છે 31 કરોડ રૂપિયા. ભારતી એન્ટરપ્રાઈઝની એરટેલ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. ટેલિકોમ સિવાય સુનિલ મિત્તલનો બિઝનેસ વીમા, રિયલ એસ્ટેટ, મોલ, હોસ્પિટાલિટી, કૃષિ અને અન્ય ક્ષેત્રોમાં ફેલાયેલ છે.

image source

5.નવીન અગ્રવાલ
નવીન અગ્રવાલ એ વેદાંતના કાર્યકારી નિદેશક છે. તેમની વાર્ષિક આવક પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન કરતા ઘણી વધુ છે. નવીન અગ્રવાલની વર્ષીય આવક 30.71કરોડ રૂપિયા છે.

image source

6.આર શંકર રમન
આર શંકર રમન એ એલ એન્ડ ટી (L&T) ના CFO (Chief Financial Officer) છે. તેમનું પણ વેતન મુકેશ અંબાણી કરતા વધુ છે. વાર્ષિક 25.08 કરોડ રૂપિયા કમાય છે.

image source

7.સલિલ પારેખ
સલિલ પારેખ એ ઇન્ફોસિસના સીઈઓ (CEO) છે. સલિલ પારેખ મુકેશ અંબાણી કરતા વધુ કમાય છે વાર્ષિક 24.67 કરોડ રૂપિયા તેમની સેલેરી છે.

image source

8.વેણુ શ્રીનિવાસન
વેણુ શ્રીનિવાસન ટીવીએસ મોટર્સ TVS Motors ના CMD (Chief Management Director) છે. વેણુ શ્રીનિવાસન વર્ષીય 23.77 કરોડ કમાય છે. વેણુ શ્રીનિવાસન પાસે એન્જનિયરિંગ અને એમબીએની ડિગ્રી છે.

image source

9.નિખિલ મેસવાની
નિખિલ મેસવાની રિલાયન્સના ED નિખિલ મેસવાનીની સેલેરી પણ મુકેશ અંબાણી કરતા વધુ છે. એમનું વર્ષીય પેકેજ 20.57 કરોડ છે. ત્યાં જ રિલાયન્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હિતલ મેસવાનીની સેલેરી પણ 20.57 કરોડ છે. 1986માં તે રિલાયન્સમાં શામેલ થયા અને 1 જુલાઈ 1988થી તે એ કંપનીબોર્ડના કાર્યકારી નિદેશક છે.

image source

10.રાજેશ ગોપીનાથ
રાજેશ ગોપીનાથ TCS ના CEO ( Chief Executive Officer) છે અને તે પણ મુકેશ અંબાણી કરતા વધુ કમાય છે. એમનું વાર્ષિક વેતન 16.03 કરોડ છે.

image source

11.મુકેશ અંબાણી 
મુકેશ અંબાણી જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન છે તેમનું વાર્ષિક વેતન આ બધા કરતા ઓછું છે. જો કે એ સાંભળવામાં વિચિત્ર લાગે છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેનની સેલેરી કંપનીના ED કરતા ઓછી છે. મુકેશ અંબાણીની વાર્ષિક સેલેરી 15 કરોડ છે. ખાસ વાત એ છે કે પાછલા 11 વર્ષથી મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ચલાવી રહ્યા છે પણ એમને ક્યારેય એમની સેલેરીમાં વધારો કર્યો નથી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.