દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

ગુજરાતના આ આચાર્યના આ અનોખા આઈડિયાથી 2 કિલોથી ઘટીને 500 ગ્રામ થયું સ્કૂલબેગનું વજન!

બાળકોના સ્કૂલ બેગ (વજન પર સીમા) બિલ, 2006 અનુસાર બાળકોની સ્કૂલબેગનું વજન તેમના શરીરના વજનના દસ ટકાથી વધુ ન હોવું જોઈએ. સાથે જ રાજ્ય સરકારોને એ સુચના આપવામાં આવી કે તે સુનિશ્ચિત કરે કે સ્કૂલ બાળકોને ભારે પુસ્તકો રાખવા માટે લોકરની સુવિધા આપે અને બેગના માપના ધોરણોનું પાલન કરે.

Image Source

જો કે, આ દિશાનિર્દેશો હજી પણ ફક્ત કાગળ પર છે અને બાળકો હજી પણ ભારે બેગ લઇને શાળાએ આવે છે, ત્યારે ગુજરાતના ભાગડ સરકારી પ્રાથમિક શાળાના 41 વર્ષીય આચાર્ય આનંદકુમાર ખલસની એક અનોખી પહેલથી સ્કૂલ બેગના વજનને ઘણું ઓછું કરી શકાય છે.

Image Source

પ્રાથમિક વર્ગના બાળકોએ આખા દિવસના તમામ વિષયોની પુસ્તકો અને કોપી બેગમાં લાવવી પડે છે. એનાથી તેમની સ્કૂલ બેગનું વજન ઘણું વધી જાય છે. તેને ઘટાડવા માટે આનંદકુમારે બધા વિષયોના અભ્યાસક્રમને માત્ર 10 પુસ્તકોમાં વ્યવસ્થિત કર્યું છે. તમામ વિષયોનો એક મહિનાનો અભ્યાસક્રમ એક જ પુસ્તકમાં મૂકવામાં આવ્યો છે.

Image Source

દરેક પુસ્તકમાં એક-એક મહિનાનો અભ્યાસક્રમ છે. આને કારણે બાળકોએ તમામ પુસ્તકો લઈને શાળાએ જવાની જરૂર પડતી નથી. હવે તેઓએ મહિનામાં માત્ર એક જ પુસ્તક લાવવું પડશે જેમાં તે મહિનાનો અભ્યાસક્રમ છે.

Image Source

‘આ પહેલને એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (જીસીઇઆરટી)એ એક મોટી સિધ્ધિ તરીકે અપનાવી છે અને તેને દેશભરમાં લાગુ કરી શકાય છે.’

Image Source

આનંદ કુમારે ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે જ્યારે તેમણે તેમની દીકરીને દરરોજ આટલી ભારે સ્કૂલ બેગ લઈને જતી જોઈ ત્યારે તેમને આ વિશે કંઇક કરવાનું નક્કી કર્યું. તેમણે અન્ય કેટલાક શિક્ષકો સાથે આ વિશે વાત કરી અને તમામ પુસ્તકોને અલગ-અલગ કરવાનું નક્કી કર્યું. તેમણે દરેક વિષયના પુસ્તકમાંથી અભ્યાસક્રમનો તે ભાગ લીધો, જે એક મહિના દરમિયાન શીખવવામાં આવશે અને તે પાનાને જોડીને એક પુસ્તક બનાવ્યું. અભ્યાસક્રમ પછી ક્લાસવર્ક માટે કેટલાક ખાલી પાના પણ રાખવામાં આવ્યા છે.

Image Source

હવે બાળકો દર મહિને માત્ર એક જ પુસ્તક લઈને શાળાએ આવી શકે છે. આ પહેલ સાથે, 2-5 કિલો વજન હવે 500-750 ગ્રામનું જ રહી ગયું છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.