જ્યોતિષ શાસ્ત્ર

આ હોળી પર અપનાવો આ 4 નાના ઉપાયો, મહાલક્ષ્મી પોતે તમારી ખાલી જોલી ભરી દેશે, થઈ જશો માલામાલ

લોકો સફળતા મેળવવા માટે દરેક સંભવ પ્રયત્નો કરે છે, એવો કોઈ રસ્તો નથી છોડતા કે જેનાથી તેઓ સફળ થઈ શકે તેમ છતાં પણ લોકો અસફળ થાય છે. આટલી મહેનત કરવા છતાં તેઓના હાથમાં કંઈ જ નથી આવતું. આવામાં વ્યક્તિ ઘણા બધા ઉપાયો આજમાવે છે. આ ઉપાયોને કારણે વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી તકલીફો દૂર થાય છે અને તેમને સફળતા મળે છે. આ ઉપાયો કરવાથી તેમની બધી જ ઈચ્છાઓ પુરી થાય છે.

Image Source

તમે તો જાણતા જ હશે કે હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ હોળીના તહેવાર પર આ ઉપાયો કરવામાં આવે તો તમારી બધી જ ઈચ્છાઓ પુરી થશે. આ નાના ઉપાયો તમારા જીવનમાં ખૂબ જ મોટા બદલાવો લઈને આવશે. આજે  અમે તમને હોળી પર કરવામાં આવતા કેટલાક ઉપાયો વિશે જણાવીએ જેને કરવાથી મહાલક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે.

તો ચાલો જાણીએ આ ઉપાયો.

Image Source

લાખો પ્રયત્નો કરવા છતાં પણ ધન પ્રાપ્ત નથી થતું તો આવી સ્થિતિમાં તમારે હોળીની રાતે સરસવના તેલનો ચાર મોઢાવાળો દીવો ઘરના મુખ્ય દરવાજા પર પ્રગટાવવો અને તમારા ઘરના મંદિરમાં પરિવારની સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરવી. જો તમે આ ઉપાય કરો તો તમારો ધન આગમનનો રસ્તો ખુલી જાય છે અને તમારા જીવનની ધનને લગતી તકલીફો દૂર થાય છે.

જો તમે કોઈને પૈસા ઉધારે આપ્યા હોય અને તેમને તમારા પૈસા પાછા ન મળતા હોય તો તમારે હોળીના દિવસે 11 ગોમતી ચક્ર હાથમાં લઈને હોળીની 11 વાર પરિક્રમા કરતા કરતા ધન પ્રાપ્તિની પ્રાર્થના કરવી અને પછી એક કાગળમાં એ વ્યક્તિનું નામ લાલ ચંદનથી લખવું જેની પાસેથી તમારે પૈસા લેવાના છે અને પછી 11 ગોમતી ચક્રને તે કાગળમાં વીટી સુમસાન જગ્યામાં દાટી દેવું. થોડાક જ દિવસોમાં તમારા પૈસા પાછા મળી જશે.

Image Source

જો તમારા જીવનમાં રાહુનો ખરાબ પ્રભાવ પડી રહ્યો છે તો નારિયેળના વાટકામાં થોડું અળસીનું તેલ અને થોડો ગોળ નાખીને આ વાટકાને તમારી ઉપરથી એકવાર ઉતારીને હોળીમાં નાખી દો. આવું કરવાથી રાહુનો પ્રભાવ હંમેશા માટે દૂર થઈ જશે.

Image Source

જો તમને રોજગારી મેળવવામાં તકલીફો આવતી હોય તો આવી સ્થિતિમાં જે લોકો બેરોજગાર છે તે હોળીની રાતે 12:00 વાગ્યા પહેલા એક લીંબુ લઈને ચાર રસ્તા પર જવું અને લીંબુના ચાર ટુકડા કરી ચારે દિશામાં એક એક ફેંકી પાછા ઘરે આવી જવું પણ એક વાતનું ધ્યાન રાખજો કે પાછા આવતી વખતે ક્યારેય પણ પાછળ વળીને જવું નહિ. આવું કરવાથી તમને રોજગાર મળશે.

Image Source

જો તમને નોકરી અને ધંધામાં સફળતા મેળવવી હોય તો તમારે 21 ગોમતી ચક્ર લઈને હોલિકા દહનની રાતે શિવલિંગ પર અર્પિત કરો અને બીજા દિવસે સવારે તમારી તિજોરીમાં રાખી દેવા. જો તમે આ ઉપાયો કરો તો તમને તેની અસર થોડાક જ દિવસમાં જોવા મળશે અને તમને નોકરી અને ધંધામાં સફળતા મળશે.