આ ટબુકડા જેવો શેર ધડાધડ 1100% જેટલો ચડી ગયો, તમારી પાસે છે કે નહિ ? કોમેન્ટમાં જોઈ લેજો નામ
બોન્ડાડા એન્જિનિયરિંગના શેરમાં 29 ફેબ્રુઆરીએ 3 ટકા સુધી તેજી જોવા મળી, તેસમયે આ સ્ટોક 0.57 ટકાના વધારે સાથે 900 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે 1 માર્ચના રોજ 874 પર ટ્રેડ કરી રહ્યો હતો. કંપનીને NLC Indiaથી 81 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. આ ખબરને કારણે કંપનીના શેરમાં ખરીદારી જોવા મળી. આનું માર્કેટ કેપ 1,944.19 કરોડ રૂપિયા છે. સ્ટોકનો 52-વીક હાઇ 949.95 જ્યારે 52 વીક લો 142.50 રૂપિયા છે.
NLC India લિમિટેડે SOMW સોવર પાવર પ્રોજેક્ટ માટે બેલેન્સ ઓફ સિસ્ટમ (BOS) વર્ક માટે બોંડાડા એન્જીનિયરિંગ લિમિટેડને વર્ક ઓર્ડર આપ્યો છે. આ ઓર્ડર ત્રણ વર્ષ માટે O&M સહિત 81,34,02,405 રૂપિયાનો છે. આ કામને 15 મહિનાની અંદર પૂરુ કરવાનું છે. આ પહેલા ફેબ્રુઆરી 2024 માં કંપનીને સનડ્રોપ્સ એનર્જિયા પ્રાઇવેટ લિમિટેડથી 4,93,17,121 રૂપિયાના ઓર્ડર મૂલ્ય પર સોલર પાવર પ્લાંટ માટે ઇક્વિપમેન્ટ સપ્લાયનો ઓર્ડર મળ્યો હતો.
બોન્ડાડા એન્જીનિયરિંગના શેરોએ તેના રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યુ છે. છેલ્લા 1 મહિનામાં શેર 33 ટકા ચઢ્યો છે. છેલ્લા 6 મહિનામાં રોકાણકારોને 475 ટકા જબરદસ્ત નફો થયો છે. આ વર્ષે અત્યાર સુધી કંપનીના શેરોમાં 115 ટકા તેજી જોવા મળી, એટલે કે રોકાણકારોના પૈસા ડબલ થઇ ગયા. છેલ્લા એક વર્ષમાં 501 ટકાનો બંપર નફો આ શેરે કરાવ્યો છે.
બોન્ડાડા એન્જિનિયરિંગનો IPO 75 રૂપિયાના ભાવે આવ્યો હતો અને 18 ઓગસ્ટ 2023ના રોજ ખુલ્યો હતો. 30 ઓગસ્ટ 2023ના રોજ કંપનીના શેર 142.50 રૂપિયા પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગ બાદથી જ જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. 29 ફેબ્રુઆરી 2024ના રોજ 915 રૂપિયા પર બંધ થયા. 75 રૂપિયાના ઈશ્યુ પ્રાઈઝથી બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 1100 ટકાથી વધુ ચડ્યો છે.