ફોટોમાં જોવા મળી રહેલો આ ગુજરાતી શખ્સ યુપીના રસ્તાઓ પર ફરી રહ્યો હતો ભીખારી બનીને, વ્યક્તિની હકિકત સામે આવતા જ…

યુપીના એટામાં એક વ્યક્તિ ઘણા દિવસોથી ભિખારીના વેશમાં ફરતો જોવા મળ્યો હતો. તેના વિશે કોઈ કંઇ જાણતું ન હતું, તે કોણ હતો અને ક્યાંથી આવ્યો હતો તેની કોઇને કંઇ જ ખબર ન હતી. પરંતુ હવે આ વ્યક્તિની હકિકત સામે આવી ગઇ છે. આ માણસ ભિખારી નહીં પણ પૈસાદાર હતો. જ્યારે લોકોને આ વ્યક્તિની વાસ્તવિકતા વિશે ખબર પડી તો બધા દંગ રહી ગયા. તેની હાલત જોઈને કોઈ માની શકતું ન હતું. યુપીના એટામાં ભિખારી તરીકે ફરતા એક વૃદ્ધની ઓળખ ગુજરાતના નિવૃત્ત મેનેજર તરીકે થઇ છે.

પોલીસે તેમને કોતવાલી નગરમાં રાખ્યા છે. તેમના ગૃહ જિલ્લામાં પરિવારના સભ્યોને ફોન દ્વારા માહિતી આપવામાં આવી છે. ઘણા દિવસો સુધી એક વ્યક્તિ રોડવેઝ બસ સ્ટેન્ડની આસપાસ ભીખ માંગીને પેટ ભરતો હતો. રવિવારે જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે તેને ગુજરાતના લોકો ઓળખી ગયા. આ પછી સ્થાનિક પોલીસને જાણ કરી. પોલીસ વૃદ્ધને પોલીસ સ્ટેશન લઈ આવી અને પૂછપરછ દરમિયાન વૃદ્ધે પોતાના ઘરનું સરનામું અને પરિવારની માહિતી તેમજ ફોન નંબર આપ્યો.

કોતવાલી શહેરના પ્રભારીએ જણાવ્યું કે એક વૃદ્ધ વ્યક્તિ વિશે માહિતી મળી હતી. બસ સ્ટેન્ડ પર પહોંચ્યા બાદ તેઓ વૃદ્ધ વ્યક્તિને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. તે માનસિક રીતે બીમાર હોવાનું જણાયુ હતુ. વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે તેઓ બેંક મેનેજરના પદ પરથી નિવૃત છે. ગુજરાતનાના નવસારી પોલીસ સ્ટેશન વિસ્તારના ચીખલી ગામમાં નિવૃત્ત મેનેજર દ્વારા આપવામાં આવેલા સરનામે સંપર્ક કરવામાં આવ્યો હતો. તે ગુમ થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

2 એપ્રિલ 2022ના રોજ તેમના ગુમ થયાની ફરિયાદ ત્યાંના પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. તે ગુજરાતથી યુપીના એટા કેવી રીતે પહોંચ્યા તે હજુ સુધી જાણી શકાયું નથી. તેમની માહિતી મળ્યા બાદ પરિવાર પણ ગુજરાતથી એટા જવા રવાના થયો હતો. 1300 કિલોમીટર દૂર ગુજરાત પ્રાંતના નવસારી પોલીસ સ્ટેશન ચીખલી જિલ્લાના રણવેરી ગામનો રહેવાસી દિનેશ કુમાર ઉર્ફે દીનુભાઈ પટેલ એપ્રિલ મહિનાથી તેમના ઘરેથી ગુમ હતા. તેઓ બેંક મેનેજરથી જનરલ મેનેજર સુધી કામ કર્યા બાદ વર્ષ 2009માં નિવૃત્ત થયા છે.

Shah Jina