ખબર

વ્યક્તિને આ વસ્તુ ખાવાથી આવવા લાગ્યા મગજ પર હુમલાઓ, રિપોર્ટ જોઈને ડોક્ટરની આંખો ફાટી ગઈ

તમે દુનિયાના કોઈ પણ ખૂણે જતા રહો ખાવાના શોખીન તો તમને મળી જ જશે. પરંતુ શું તમે જાણો છે કે તમે જે પણ વસ્તુ ખાવ છો તે તમારા શરીર માટે સારી છે? થોડા સમય પહેલા જ ચીનમાં એક મામલો સામે આવ્યો છે એક વ્યક્તિની હાલત આ વસ્તુ ખાવાથી ખરાબ થઇ હતી. ચાલો તમને પૂરો મામલો જણાવીએ.

Image Source

ચીનમાં રહેનાર ઝૂ જોન્ગફાને વારંવાર મગજ પર હુમલા આવતા હતા જેના કારણે તેને હોસ્પિટલમાં ભરતી કરવો પડ્યો હતો. હોસ્પિટલમાં તેનો એમઆરઆઈ સ્કેન કરાવ્યો, સ્કેનનો રિપોર્ટ જોઈને ડોક્ટર પણ હેરાન થઇ ગયા. રિપોર્ટમાં જાણવા મળ્યું કે, ઝૂના શરીરમાં 700થી વધારે પરજીવી ટેપવર્મ હતા, જે તેને મગજ અને કિડની સુધી પહોંચી ગયા હતા.

Image Source

રિપોર્ટ અનુસાર ટેપવર્મના ઈંડા પહેલા પેટમાં આવ્યા અને પછી લોહીમાં ભળીને આખા શરીરમાં ફેલાય ગયા હતા, ડોક્ટરે જણાવ્યું કે આ ઈંડા ભૂંડના કાચા માસમાંથી ઝૂના શરીરમાં આવ્યા હતા અને ઝૂ ના શરીરમાં તેની સંખ્યા વધતી જ જાય છે. ડોક્ટરના કહેવા પ્રમાણે ઝૂ ટેનીયાસિસ નામની બીમારીથી પીડિત હતો. જે ટેપવર્મ ટીનિયા સોલિયમના સંક્રમણથી થાય છે.

Image Source

ઝૂ ચીનમાં એક મજુર હતો અને મીડિયા રિપોર્ટ અનુસાર ઝૂએ એક મહિના પહેલા ભૂંડનું માંસ ખાધુ હતું. પરંતુ તે માસ કાચું હતું કે અડધું કાચું હતું તેને વિશે ઝૂને કઈ જ ખબર નથી. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આ બીમારીમાં વ્યક્તિને માથું દુઃખવું, આંખોની સામે અંધારું છવાઈ જવું. મગજમાં હુમલા આવવા અને ભૂલવાની બીમારીની અસરો થાય છે.

Image Source

ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, કેટલીક વખતે આ પ્રકારના કેસમાં બીમારીના લક્ષણ જલ્દી જ નજરે આવી જાય છે તો કેટલાક કેસમાં થોડાક અઠવાડિયા પણ લાગી જાય છે. પરંતુ આ બીમારીનું જેટલી જલ્દી ખબર પડે તેની સારવાર પણ તેટલી જ જલ્દી થઇ શકે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.