આ સ્ટોકે આપ્યુ મલ્ટીબેગર રિટર્ન, રોકાણકારોની રકમ એક જ વર્ષમાં દોઢ ગણાથી વધુ…

આ શેરે 1 જ વર્ષમાં 171% રિટર્ન, FD વાળા અફસોસ કરશે આ જોઈને, જાણો કોમેન્ટ બોક્સમાં નામ

શેરબજારમાં આમ તો ઘણા સ્ટોક એવા છે જેમણે રોકાણકારોને છપ્પરફાડ રિટર્ન આપ્યુ છે પણ એક જ વર્ષમાં રોકાણકારોની ઝોલી જે સ્ટોકે પૈસાથી ભરી દીધી છે તે છે પ્રેસ્ટીજ એસ્ટેટ્સ પ્રોજેક્ટ્સ (Prestige Estates Projects Ltd). આ શેરે રોકાણકારોને એક વર્ષમાં 171 ટકા રિટર્ન આપ્યુ છે. જો કોઇએ એક વર્ષ પહેલા આ સ્ટોકમાં રોકાણ કર્યુ હશે તેના પૈસા આજે દોઢ ગણાથી પણ વધી ગયા હશે. સપ્તાહના છેલ્લા દિવસે શેરમાં 2.73 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

આ સ્ટોકની કિંમત 1,214.25 રૂપિયા પર ટ્રેડ કરી રહી હતી. કંપનીનું માર્કેટ કેપ 48.70 કરોડ રૂપિયા છે. પ્રેસ્ટીજના શેરોના એક વર્ષના બીટા 0.4 છે, જે આ અવધિ દરમિયાન ઘણી ઓછી વોલેટિલીટીનો સંકેત આપે છે. ટેક્નિકલ સંદર્ભમાં, પ્રેસ્ટીજ એસ્ટેટ્સનો રિલેટીવ સ્ટ્રેંથ ઇંડેક્સ (RSI) 56.8 પર છે, જે દર્શાને છે કે આ ના તો ઓવરબોટમાં અને ના તો ઓવરટ્રેડિંગ ક્ષેત્રમાં કારોબાર કરી રહ્યો છે. પ્રેસ્ટીજ એસ્ટેટના શેર 10 દિવસ, 20 દિવસ, 30 દિવસ, 50 દિવસ, 100 દિવસ, 150 દિવસ, 200 દિવસથી વધારે પણ 5 દિવસ 10 દિવસના મૂવિંગ ઔસતથી ઓછા પર કારોબાર કરી રહ્યા છે.

મોતીલાલ ઓસવાલે શેરનો ટાર્ગેટ 1535 રૂપિયા આપ્યો છે. આ ઉપરાંત Antique Broking એ શેરનો ટાર્ગેટ 1562 રૂપિયા આપ્યો છે. છેલ્લા એક મહિનામાં પ્રેસ્ટીજ એસ્ટેટ પ્રોજેક્ટ્સ લિમિટેડનો શેર માત્ર 4.77 ટકા વધ્યો છે. જો છેલ્લા 6 મહિનાના ચાર્ટ જોઇએ તો આ શેરે રોકાણકારોને 67.80 ટકા રિટર્ન આપ્યુ છે. 6 મહિના પહેલા આ સ્ટોક 724.05 રૂપિયાના લેવર પર હતો. ત્યાં 6 મહિનામાં આ સ્ટોકની કિંમત 490.90 રૂપિયા વધી છે.

આ શેરે એક વર્ષમાં રોકાણકારોને 171.25 ટકા રિટર્ન આપ્યુ છે. એક વર્ષમાં સ્ટોક 767.05 રૂપિયા વધ્યો છે. એક વર્ષ પહેલા સ્ટોકની કિંમત 447 રૂપિયા હતી. આ વળતર અનુસાર, શેરની કિંમત 1,214.95 પર પહોંચી ગઈ છે.પ્રેસ્ટીજ ગ્રુપે FY24 માટે રૂ. 21,040 કરોડનું ઓલ-ટાઇમ રેકોર્ડ વેચાણ નોંધાવ્યું છે, જે નાણાકીય વર્ષ 23 માં રૂ. 12,931 કરોડથી 63 ટકાથી વધુ છે. Q4 વેચાણ વાર્ષિક ધોરણે 21% વધીને રૂ. 4,707 કરોડ થયું છે.

(Disclaimer: અહીં ફક્ત શેરના પરર્ફોમન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતાં પહેલાં એડવાઇઝર સાથે ચર્ચા કરી લો. તમને કોઇપણ પ્રકારના લાભ અથવા નુકસાન માટે GujjuRocks જવાબદાર રહેશે નહી.)

Shah Jina