વર્ષમાં 300 દિવસ કુંભકર્ણની જેમ સૂતો રહે છે આ વ્યક્તિ, જાણો કેમ આવું થાય છે

વર્ષમાં 300 દિવસ સૂતો આ માણસ:ખાવાથી લઈને ન્હાવા સુધી બધુ ઉંધમાં, જાણો વિગત

તમે કયારેક સાંભળ્યુ હશે કુંભકર્ણ વિશે. તમને ખ્યાલ હશે કે તેનું નામ કેમ કુંભકર્ણ પડ્યુ, કારણ કે તે સૂતો જ રહેતો હતો. હાલમાં આવો જ એક કુંભકર્ણ જેવા વ્યક્તિનો કિસ્સો સામેે આવ્યો છે. તમને સાંભળીને થોડુ અજીબ લાગશે પરંતુ આ વ્યક્તિ વર્ષમાં 300 દિવસ ઊંઘે છે. તેનું ખાવાનું અને નહાવાનું બધુ જ ઊંઘમાં થાય છે. આ 42 વર્ષિય વ્યક્તિ અજીબ બીમારીથી ગ્રસિત છે. લોકો તેને કુંભકર્ણ કહે છે.

આ વ્યક્તિનું નામ પુરખારામ છે. ડોક્ટરો અનુસાર તે એક હાયપરસોમ્નિયા નામની બીમારીથી ગ્રસિત છે. એકવાર ઊંઘ્યા બાદ તે 25 દિવસ સુધી જાગતા નથી. આની શરૂઆત ત્યારે થઇ હતી જયારે તે 19 વર્ષના હતા. શરૂઆતમાં તો 5થી 7 દિવસ માટે સૂતા હતા. તેમને ઉઠાવવા માટે ઘણી મુશ્કેલીઓ પડતી હતી. ઘરવાળા પરેશાન થઇને બાદમાં ડોક્ટર પાસે લઇ ગયા હતા.

ધીરે ધીરે પુરખરામનો ઊંઘવાનો સમય વધતો ગયો અને હવે તે 1 મહિનામાં 25 દિવસ સૂવે છે. તેઓનું કહેવુ છે કે, તે પોતે જાગવા માંગે છે પરંતુ તેમને ઊંઘ જ આવતી રહે છે. તેમને એક દીકરો અને બે દીકરીઓ છે. તેમના ઘરે આવકનો સ્ત્રોત એક દુકાન હતી  પરંતુ તેઓ દુકાન પણ ચલાવી નથી શકતા. એવામાં ઘરમાં આર્થિક સંકટ આવી ગયુુ છે.

તમને જણાવી દઇએ કે, આવો કિસ્સો રાજસ્થાનના નાગોરમાંથી સામે આવ્યો છે, નાગોરના રહેવાસી પુરખારામને પરિવારજનો ઊંઘમાં જ જમવાનું ખવડાવે છે અને તેમને લોકો ઉઠાવીને બાથરૂમમાં પણ લઇ જાય છએ. તેમની માતા અને પત્નીએ ઘણી જગ્યાએ સારવાર કરાવી પરંતુ  તેઓ ઠીક ન થઇ શક્યા.

વર્ષ 2015થી તેમને આ બીમારી છે. પહેલા તેમને લગભગ 18-18 કલાક ઊંઘ આવતી હતી અને ધીરે ધીરે તે સમય પણ વધવા લાગ્યો. હવે તો તેઓ 20-25 દિવસ સુધી સૂતા જ રહે છે. પુરખારામની વાઈફ લિછમી દેવીએ તેમની સાથે વાત કરવાની અપીલ કરી, જોકે આ કામ મુશ્કેલીવાળુ હતું. 3 કલાકની મથામણ પછી પુરખારામ ઉઠ્યા અને તે પણ ફક્ત 2 મિનિટ માટે.

Shah Jina