જાણવા જેવું

શું તમે જાણો છો કે કયા કારણોસર હોટલના રૂમ્સમાં સફેદ ચાદરો પાથરવામાં આવે છે? રસપ્રદ જાણકારી

જ્યારે આપણે પાર્ટીનો પ્લાન બનાવીએ છીએ અને હોટલમાં જઇયે છીએ, બે દિવસ હોટલમાં રોકાઈએ છીએ, ત્યારે ખૂબ જ મજા આવી જાય છે અને મન એ વાતથી ખુશ હોય છે કે બે દિવસ કામ નથી કરવાનું અને મન ચાહે તે કરી કરી શકીશું, સફાઈ નથી કરવાની અને મોડે સુધી ઉંઘવા મળશે.

આપણે જયારે હોટલમાં રોકાઈએ ત્યારે તે રૂમમાં ખૂબ જ મસ્તી કરીને રૂમ સાવ ખરાબ કરીને નીકળીએ છીએ. પરંતુ ક્યારેય આપણે એ નથી વિચારતા કે જે રૂમમાં રોકાયા છીએ તેમાં સફેદ ચાદર છે, જે જલ્દી ખરાબ પણ થઇ જાય. તો આજે અમે લઈને આવ્યા છીએ એ બાબતો કે જેને કારણે હોટલના રૂમ્સમાં સફેદ ચાદરો લગાવવામાં આવે છે.

સફાઈ દર્શાવે છે સફેદ ચાદર 
દરેક હોટલમાં ગ્રાહક સફાઈની ડિમાન્ડ કરે છે. તે માને છે કે ગંધ મચાવવાનો તેને હક છે. સફેદ ચાદર દરેક રૂમમાં પાથરવાનું પહેલું કારણ એ જ છે કે એ રૂમની સફાઈ દર્શાવે છે. તેને જોઈને લાગે છે કે રૂમ સાફ છે. અને ગ્રાહક રૂમ બુક કરી લે છે.

ઘણું ધ્યાન રાખવું પડે છે 
સફેદ ચાદરની એક બીજી ખાસિયત એ છે કે એમાં થોડું પણ કઈ પણ પડ્યું તો તેમાં ડાઘ પડી જશે. જેને લીધે ગ્રાહકો તેમાં ખાવા-પીવામાં ઘણું ધ્યાન રાખે છે. એ સફાઈ રાખવા માટે જાગૃત થાય છે અને રૂમને ગંદો નથી કરતા. કારણકે ડાઘને છુપાવી ન શકાય.

બ્લીચ કરવું હોય છે આસાન 
આ ઉપરાંત સફેદ કપડાને બ્લીચ આસાનીથી થઇ જાય છે. બ્લિચથી ચાદર નવા જેવી ચમકવા લાગે છે. તેથી ઘણી બધી ચાદરોની એકસાથે સફાઈ આસાન રહે છે.

આરામદાયક મહેસૂસ કરે છે મહેમાન 
આ સિવાય સફેદ રંગ મનને શાંત રાખે છે. સફેદ રંગની ચાદર હોટલ રૂમ્સમાં એટલા માટે પણ પાથરવામાં આવે છે કારણકે મહેમાન રિલેક્સ કરી શકે. બાકી શાંતિ તો પોતાના ઘરમાં જ મળે છે, ચાદર ચાહે કોઈ પણ રંગની હોય.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks