
હૈદરાબાદમાં ડોક્ટર પ્રિયંકા રેડ્ડી સાથે ચાર નરાધમોએ જે ભયાવહ દુષ્કૃત્ય આચર્યું એને લઈને ધીમે-ધીમે આખા દેશમાં આ વંઠેલોને સીધી જ મૃત્યુદંડની સજા આપવાની માંગ થઈ રહી છે. વેટરનરી ડોક્ટર પ્રિયંકા રેડ્ડીના દેહ સાથે ક્રૂર રમત રમીને રાક્ષસોએ તેમને જીવતા સળગાવી દીધેલ!

જો કે, ભારતમાં આ કંઈ પહેલો બનાવ તો છે નહી! અનેક કિસ્સાઓ પહેલા પણ નોંધાઈ ચૂક્યા છે. નિર્ભયા, કઠુઆ, ઉન્નાવ….કેટકેટલાં નામ લેશો! જો કે, આપણે ત્યાં ન્યાયાલય અંતર્ગત કાયદો સર્વોપરી છે. એમાં ઘણી છટકબારીઓ પણ છે. ઇન્ડીયન પીનલ કોડ (IPC)ની કલમ-૩૭૬ અંતર્ગત બળાત્કારની સજાની જોગવાઈ છે. આ અંતર્ગત, ઓછામાં ઓછી પાંચ વર્ષની અને વધુમાં વધુ દસ વર્ષની કઠોર સજા આપવામાં આવે છે. મૃત્યુદંડનું પ્રાવધાન પણ રહેલું છે પણ એનો ઉપયોગ જવલ્લે થતો જોવા મળે છે.

હૈદરાબાદની ઘટના પછી લોકો સાઉદી અરેબિયા જેવો કાયદો દેશમાં લાવવાની વાતો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ અરબ દેશમાં જો કોઈ વ્યક્તિ પર બળાત્કારનો આરોપ સિધ્ધ થઈ જાય તો ૨૪ કલાકની અંદર જ તેમને ફાંસી પર લટકાવી દેવામાં આવે છે! અને જો એવું ના થાય તો અપરાધીનાં ગુપ્તાંગો કાપી નાખવામાં આવે છે! આ કઠોર કાયદાથી અહીં અપરાધીઓ થરથર કાંપે છે.

અહીં જાણીશું સાઉદી અરેબિયા ઉપરાંત એવા બીજા કેટલાંક દેશો વિશે જ્યાં બળાત્કારીઓને એવી સજા મળે છે કે બીજી વાર આવું દુકૃત્ય કરતા પહેલા અપરાધી સો વાર વિચાર કરે! આ રહ્યા એ દેશો :
1 સંયુક્ત આરબ એમિરાત:
યુનાઇટેડ આરબ એમિરાત(UAE)માં પણ બળાત્કાર સિધ્ધ થાય તો અપરાધીને સીધી ફાંસી/મૃત્યુદંડની જ સજા સંભળાવવામાં આવે છે. એક અઠવાડિયાની અંદરમાં અપરાધીને ગાળિયો પહેરાવી દેવાય છે.

2 ઇરાક:
તમને જાણીને આશ્વર્ય થશે પણ આ હક્કીકત છે કે, ઇરાકમાં બળાત્કારીને પથ્થરથી રીતસર કચડી નાખવામાં આવે છે! દોષીને ત્યાં સુધી પથ્થરો મારવામાં આવે છે, જ્યાં સુધી તે મરી નથી જતો!

3 ઇન્ડોનેશિયા:
મુસ્લિમ બહુલતા ધરાવતા દેશ ઇન્ડોનેશિયામાં બળાત્કારીનાં ગુપ્તાંગો કાપીને તેમને નપુંસક બનાવી દેવામાં આવે છે. આટલું જ નહી, એમનાં શરીરમાં સ્ત્રીના હોર્મોન્સ પણ નાખી દેવામાં આવે છે! આ પ્રકારની વિચિત્ર સજાથી અહીં અનિષ્ટ તત્ત્વો અપરાધ આચરતા જ ડરે છે.

4 ચીન:
વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ચીનમાં બળાત્કારની સજા માટે ‘કેપિટલ પનિશમેન્ટ’ નામની સજા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં અનેક બળાત્કારીઓને આ કાયદા હેઠળ મૃત્યુદંડ આપી દેવામાં આવેલ છે. તબીબી પ્રક્રિયા બાદ આરોપીને માંચડે ચડાવી દેવાય છે.

5 પોલેન્ડ:
એક વખત હતો જ્યારે પોલેન્ડમાં બળાત્કારનું કૃત્ય કરનાર નરાધમને સુવરોને ખવડાવી દેવામાં આવતા! જો કે, હાલ પોલેન્ડમાં નવો કાયદો અસ્તિત્ત્વમાં આવ્યો છે; જે અંતગર્ત, બળાત્કારીને નપુંસક બનાવી દેવામાં આવે છે.
Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.