ખબર

પોલીસે 12,000નો મેમો ફાડ્યો તો બાઈકવાળાએ એવી હોશિયારી બતાવી કે પોલીસ જ ફસાઈ ગઈ! જાણો

નવા ટ્રાફિક નિયમનનો અમલ શરુ થયો એ પછી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકોનો મોટી રકમનો મેમો ફાટવાની ઘણી ઘટનાઓ સામે આવી છે, પણ તાજેતરમાં જ અમદાવાદમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે, જેમાં મોટો મેમો ફાટ્યો એ પછી ડિટેન થયેલા બાઇકને બાઈક ચાલાક ડુપ્લીકેટ ચાવી લઈને પોલીસના નાક નીચેથી તફડાવીને લઇ ગયો.

કેટલાક દિવસો પહેલા પોલીસે એક બાઇકચાલકને પકડ્યો હતો, જે હેલ્મેટ વિના જઈ રહ્યો હતો. આ બાઇકચાલક પાસે બાઇકના કોઈ દસ્તાવેજ ન હતા. ત્યારે પોલીસે બાઈક ડિટેન કરીને મેમો ફાળવણી વાત કરી. બાઇકચાલકને જાણવા મળ્યું કે તેને 10,000 થી 12,000 રુપિયાનો દંડ થશે તો તે જતો રહ્યો અને પોલીસે બાઈકની કસ્ટડી લઇ લીધી.

Image Source

આ પછી સાંજ પડતા જ બાઇકચાલક પોતાની બાઈકની ડુપ્લીકેટ ચાવી લઈને આવ્યો અને પોલીસના નાક નીચેથી બાઈક લઈને જતો રહ્યો. પોલીસની કસ્ટડીમાંથી બાઈક ચોરી થઇ જતા પોલીસ પોતાના જ કેસમાં ફસાઈ ગઈ. આખરે પોલીસે બાઇકચાલકનો સંપર્ક કરીને બાઈક પાછી મૂકી જવા કહ્યું, તો યુવકે વાતને ગોળ-ગોળ ફેરવવી શરુ કરી અને એવું પણ કહ્યું કે દંડની રકમ પોલીસ જાતે ભરી દેશે, પણ બાઈક પાછી મૂકી જાય. ત્યારે બાઇકચાલકે કહ્યું કે બાઈક વેચી કાઢી છે.

પોલીસે જ્યા બાઈક વેચી હોવાનું જાણ્યું ત્યાં પહોંચી પણ બાઇકચાલક ત્યાંથી ભાગી ચુક્યો હતો, જેથી હવે પોલીસે બાઈકની સાથે સાથે બાઇકચાલકને પણ શોધવાની જવાબદારી પુરી કરવી પડશે. 12,000 રુપિયાના મેમોને કારણે પોલીસ દોડતી થઇ ગઈ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.