અજબગજબ જાણવા જેવું

ગમે તેવી સંસ્કારી સ્ત્રી પોતાના પ્રેમી કે પતિ થી છુપાવે છે એમના આ 5 વાતો, જાણી લો ખાસ

પ્રેમમાં વિશ્વાસ સૌથી વધારે જરૂરી છે તે છતાં આજના સમયમાં વિશ્વાસ ઘટતો જઈ રહ્યો છે, માત્ર પ્રેમમાં જ નહિ લગ્ન જીવનમાં પણ વિશ્વાસનું હોવું ખુબ જ જરૂરી હોય છે, વિશ્વાસ તૂટવાના કારણે માત્ર સંબંધો જ નથી તૂટતાં પરંતુ માણસ પણ તૂટી જાય છે. ઘણીવાર પતિ અને પત્ની એકબીજાથી ઘણી બધી હકીકતો છુપાવતા હોય છે, પ્રેમીઓ પણ એકબીજાથી ઘણી હકીકતો છુપાવતા હોય છે અને જયારે તે સત્ય બહાર આવે છે તો પ્રેમમાં બ્રેકઅપ અને લગ્નમાં ડિવોર્સનું કારણ બનતા હોય છે.

Image Source

પરંતુ ઘણી એવી વાતો હોય છે કે સ્ત્રીઓ ક્યારેય પોતાના પ્રેમી અને પતિને જણાવી નથી શકતી અને એવી કેટલીક બાબતો હોય છે કે તે તેના પતિ અને પ્રેમીને ક્યારેય ખબર પણ નથી પડી શકતી અને આખું જીવન વીતી જાય છે. આજે અમે તમને એવી જ પાંચ બાબતો વિશે જણાવીશું જે સ્ત્રી હંમેશા છુપાવતી હોય છે, કયારેય જાહેર નથી કરતી.

Image Source

1. પોતાના ભૂતકાળના સંબંધો છુપાવવા:
મોટાભાગની સ્ત્રીઓ ભૂતકાળમાં કોઈ સાથે બાંધેલા સંબંધોની વાત પોતાના પ્રેમી અથવા પતિથી છુપાવતી હોય છે, તે નથી ઇચ્છતી કે તેના જુના સંબંધો વિશે તેના પ્રેમી કે પતિને ખબર પડે અને તેના વિષે તે મનમાં ખરાબ ધારણા બાંધી લે જેના કારણે તે આ વાત છુપાવે છે.

2. પોતાની ખાસ ફ્રેન્ડને કહેલી વાતો:
ઘણી છોકરીઓ પોતાની ખાસ ફ્રેન્ડ સાથે બધી જ વાતો શેર કરતી હોય છે પરંતુ તે તેના પતિ કે પ્રેમીને નથી જણાવતી કે મેં આ વાતો મારી ફ્રેન્ડ સાથે પણ શેર કરી છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે સ્ત્રીના પેટમાં વાત નથી રહેતી, પરંતુ સ્ત્રી પોતાના દિલમાં રહેલી વાત કોઈની આગળ શેર કરવા માન્ગે છે અને તે પોતાના બેસ્ટ ફ્રેન્ડને જ આ વાત જણાવતી હોય છે.

3. પોતાની કેટલીક ઈચ્છાઓ:
દરેક વ્યક્તિને કોઈને કોઈ ઈચ્છાઓ જરૂર હોય છે, એમ સ્ત્રીને પણ કેટલીક ઈચ્છાઓ થતી હોય છે જે તેના પ્રેમી કે પતિ આગળ તે અભિવ્યક્ત નથી કરી શકતી, અને તેને તે ખાનગીમાં પૂર્ણ પણ કરી લે છે. કેટલાક શોખ પણ તે લગ્ન પહેલા પૂર્ણ કરે છે અને આવી વાત તે પોતાના પતિ કે પ્રેમીથી છુપાવે છે જેમ કે સિગરેટ પીવી, ડ્રિન્ક કરવું વગેરે.

Image Source

4. પોતાની તકલીફો અને દુઃખ:
સ્ત્રીને કેટલીક તકલીફો હોય છે જે તેના પતિ કે પ્રેમી આગળ અભિવ્યક્ત કરવા નથી માંગતી કારણે તે ઈચ્છે છે કે તેનો પતિ અથવા પ્રેમી તેની આ તકલીફના કારણે ચિંતામાં ના મુકાઈ જાય, જેના કારણે તે પોતાના દિલમાં દુખતી કેટલીક વાતો અને શારીરિક પીડાઓને પણ છુપાવી લેતી હોય છે.

5. ભૂતકાળમાં થયેલી ભૂલો:
કેટલાક લોકોથી ભૂતકાળમાં એવી ભૂલો થઇ જાય છે જેના વિશે વિચારીને તમેને પોતાને પણ પોતાના ઉપર દુઃખ થતું હોય છે. ઘણી છોકરીઓ નાદાનીમાં એવી ભૂલ કરી બેસે છે જેનો તેમને પણ અફસોસ થતો હોય છે, યુવાનીના આવેગમાં તે કોઈ સાથે શારીરિક સંબંધ બાંધી લે છે અથવા તો કોઈ એવું કામ જે તેને ભૂલમાં કર્યું હોય તો આવી વાતો પણ તે પોતાના સંબંધને સાચવવા માટે પોતાના પતિ અથવા પ્રેમીથી છુપાવતી હોય છે.