ખબર

કબૂતરને દાણા નાખવા આ વ્યક્તિને પડ્યા 10 લાખમાં, જો જો તમારી સાથે આવું ના થઇ જાય- પહેલા જ વાંચી લો પુરી ઘટના

કહેવાય છે કે કિસ્મતમાં લખાયેલું હોય એ ક્યારેય બદલાઈ નથી શકતું. કોઈ પુણ્યનું કામ કરવા ગયા હોઈએ ત્યારે પણ આપણું અહિત જો લખાયેલું હોય તો કોઈ બદલી નથી શકતું.

Image Source

આવું જ કંઈક દિલ્હીમાં રહેતા એક ધંધાદારી વ્યક્તિ સાથે બન્યું છે. પોતાના નિત્યકર્મ મુજબ ઘરેથી ઓફિસ જવા નીકળેલ એક ધંધાદારી વ્યક્તિ રસ્તામાં આવતા ન્યુ કરોલબાગ સ્થિત એક જગ્યા ઉપર રોજ કબૂતરને દાણા નાખતો હતો.

Image Source

રવિવારની સવારે પણ આ વ્યક્તિ પોતાની ગાડી લઈને નીકળ્યો. એક વેપારીને આપવા માટે તેને 10.5 લાખ રૂપિયા રોકડા સાથે લીધા હતા જેને પોતાની ગાડીની સીટ ઉપર એક થેલાની અંદર રાખ્યા. પોતાના નિત્યક્રમ મુજબ કબૂતરને દાણા નાખવા માટે તેને નિર્ધારિત જગ્યા ઉપર ગાડી ઉભી રાખી અને કબૂતરને દાણા નાખવા માટે ગયો.

Image Source

થોડી જ વારમાં કબૂતરને દાણા નાખીને પોતાની ગાડી પાસે આવીને જોયું તો હોશ ઉડી ગયા.

Image Source

ગાડીનો કાચ તૂટેલો હતો અને તેની અંદરથી પૈસા ભરેલો થેલો પણ ગાયબ થઇ ગયો હતો. આથી ગભરાયેલા વેપારીએ 100 નંબર લગાવી પોલીસને તાત્કાલિક જાણ કરી હતી.

Image Source

પોલીસે ઘટનાસ્થળ ઉપર પહોંચી અને સમગ્ર વિગતની તપાસ કરી, આજુબાજુ પુછપરછ પણ કરી અને આસપાસના સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા છતાં પણ ચોરનો પત્તો લાગી શક્યો નથી.

Image Source

જો તમે પણ તમારી ગાડીની અંદર કોઈ કિંમતી સમાન લઈને જતા હોય તો આ બાબતે તમારે પણ ચેતવું ખુબ જ જરૂરી છે. તમારી પાસે રહેલી રકમ કેટલી કિંમતી છે કે નહિ એ જોયા વિના જ આવા ચોર તમારા કાચને તોડી એ સમાન ચોરી શકે છે. દેશભરમાં આવી ઘણી જ ગેંગ અત્યારે સક્રિય બની છે. માટે ગાડીમાં કોઈ કિંમતી સમાન ક્યારેય છોડીને જવું ના જોઈએ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.