ખબર

આ સરકારી ઓફિસમાં કર્મચારી હેલમેટ પહેરીને કરી રહ્યા છે કામ, કારણ જાણીને હોંશ ઉડી જશે

સરકારના નવા નિયમોથી કોઈ ખુશે છે તો કોઈ નારાજ અને આપણા લોકશાહી દેશમાં દરેક લોકો પોતાની વાત પોતાના અંદાજમાં રજૂ કરી શકે છે. એવામાં જ હાલ ઉત્તર પ્રદેશના બાંદા ગામના વીજળી વિભાગના કર્મચારીઓની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

image source

આ તસ્વીરોમાં બે કર્મચારીઓ ઓફિસની અંદર હેલમેટ પહેરી અને કામ કરતા નજરે ચઢે છે. જયારે એમને એવું કરવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું તો ખબર પડી કે આ કર્મચારીઓ સરકારની અર્થવ્યવસ્થા પર ગુસ્સે છે અને આ કર્મચારીઓ ઓફિસમાં હેલમેટ પહેરી તેનો ગુસ્સો સરકારને જતાવે છે.

ખબરોની માનીએ તો આ વીજળી વિભાગની બિલ્ડીંગ ખુબ જૂની અને જર્જરિત છે. એવામાં તેની સેફટી માટે આ કર્મચારી હેલમેટ પહેરીને ફરે છે. તેમને ડર છે આ બિલ્ડીંગ ગમે ત્યારે તૂટી શકે છે અને પથ્થરના ટુકડા તેમના માથે ન પડે એટલા માટે બંને કર્મચારી હેલમેટ પહેરીને ફરે છે.

image source

બીજા એક કર્મચારીએ જણાવ્યું હતું કે એ છેલ્લા બે વર્ષથી ત્યાં કામ કરી રહ્યો છે અને છેલ્લા બે વર્ષથી આ બિલ્ડિંગની હાલાત આવી જ છે. એમને ઉપલા અધિકારીઓને જાણ કરી પણ હજુ કોઈએ કાંઈ એક્શન લીધું નથી.