જો તમે હાર્ટ એટેકથી બચવા માગો છો તો આ એક વસ્તુ શરુ કરી દો ખાવાનું…હાર્ટ એટેકની સાથે સાથે કેન્સર જેવી જીવલેણ બીમારી પણ ભાગશે દૂર

હાર્ટ એટેકથી બચાવશે આ એક વસ્તુ , કેન્સરની પણ સારવાર, ખાવાથી દૂર રહેશે બીમારીઓ…જાણો ક્યાં મળે છે

છેલ્લા ઘણા સમયથી દેશમાં હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ ઘણી સામે આવી રહી છે અને આધેડ તેમજ યુવાઓ સાથે સાથે કિશોરોનો પણ હાર્ટ એટેક ભોગ લઇ રહ્યો છે. ત્યારે જો તમે નોન વેજિટેરિયન છો અને સી ફૂડ્સ ખાવાનું પસંદ કરો છો તો અમે તમને એક એવી માછલીના ફાયદા વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

આ માછલીનું નામ છે ટ્રાઉટ માછલી. જેનું ઉત્પાદન લગભગ 4000 ફૂટની ઊંચાઇના ક્ષેત્રોમાં થાય છે. ઉત્તરાખંડનો સીમાંત ચમોલી જિલ્લો પોતાના અતિ દુર્ગમ ક્ષેત્ર માટે મશહૂર છે, પણ આ ક્ષેત્ર ટ્રાઉટ ફિશને પણ ખૂબ પસંદ આવી રહ્યો છે અને સાથે જ આનો પૂરો ફાયદે જિલ્લાના યુવાઓને મળી રહ્યો છે. યુવા માછલી પાલનને સ્વરોજગારનો જરિયો બનાવી રહ્યા છે. ટ્રાઉટ માછલીનું ઉત્પાદન લગભગ 4000 ફૂટની ઊંચાઇના ક્ષેત્રોમાં થાય છે.

ચમોલી જિલ્લાના જલવાયુ મત્સ્ય પાલન માટે મુફીદ છે. અહીં હાલના સમયમાં 500થી વધારે ખેડૂત મત્સ્ય પાલન સાથે જોડાયેલ છે. જેનાથી અહીં મત્સ્ય પાલનનો વેપાર ખૂબ ફૂલ્યો ફાલ્યો છે. ટ્રાઉટ માછલી ઠંડા પાણીની માછલી છે, જેમાં અન્ય માછલીઓની અપેક્ષાએ ઓમેગા 3 વધારે માત્રામાં હોય છે. જેને કારણે તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જે લોકોમાં લોહીની કમી હોય છે અને તે નોન વેજિટેરિયન છે તો તેમને આ માછલી ખાવાની સલાહ આપવામાં આવે છે. આમાં ફેટી એસિડ નામનું તત્વ હોય છે, જે શરીર માટે ઘણુ લાભકારી છે.

સાથે જ સ્વાદમાં પણ તે લાજવાબ હોય છે. ટ્રાઉટ ફિશ ફાર્મિંગ માટે ચમોલીનું વાતાવરણ ઘણુ સારુ છે, જિલ્લામાં 500 જેટલા લોકો માછલી પાલન કરે છે, સાથે જ વર્તમાનમાં ઉત્તરાખંડના બધા જિલ્લામાં ચમોલી જિલ્લાથી જ ટ્રાઉટના બીજ વિતરિત કરવામાં આવી રહ્યા છે. છેલ્લા વર્ષોની વાત કરીએ તો, તલવાડી અને બૈરાગના ફિશ ફાર્મથી સાડા પાંચ લાખ સીડનું ઉત્પાદન થયુ હતુ. જેનાથી જિલ્લાને 30 લાખની આવક થઇ હતી.

(નોંધ: ઉપરની જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી, કોઈ પણ સલાહ વગર અમલ કરતા પહેલા ડોક્ટરનો જરૂર સંપર્ક કરી લો)

Shah Jina