ખબર

ટીમ ઈન્ડિયાના આ ક્રિકેટરની ગર્લફ્રેન્ડે પિતાને બચાવવા દાન કર્યું હતું પોતાનું લિવર – વાંચો જોરદાર સ્ટોરી

વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટિમ ઇન્ડિયાની જાહેરાત થઇ ચુકી છે અને આ ટીમમાં યુવા ઝડપી બોલર નવદીપ સૈનીને પણ જગ્યા આપવામાં આવી છે. નવદીપ સૈની પોતાની ઝડપ માટે પ્રખ્યાત છે. નવદીપ સૈની દિલ્હી રણજી ટીમમાં રામે છે અને એ 150 કિમિ પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકે છે.

 

View this post on Instagram

 

#SUCCESS is never OWNED, it is RENTED and the RENT is due EVERYDAY#royalchallengersbangalore #playbold🏏 #ns23🤙🇮🇳

A post shared by Navdeep Saini(NS23🤙) (@navdeep_saini10_official) on

નવદીપ સૈની હવે ભારતીય ટીમમાં સામેલ થઇ ચુક્યા છે અને વેસ્ટ ઇન્ડિઝ સાથે રમાનાર વન ડે અને ટિ૨૦ સિરીઝ માટે તેમની પસંદગી કરવામાં આવી છે. નવદીપ સૈની ટિમ ઇન્ડિયા માટે એક ખાસ ટેલેન્ટ છે અને એવી પણ કહી શકાય છે જેટલો ખાસ નવદીપ સૈની છે એટલી જ ખાસ તેમની ગર્લફ્રેન્ડ પણ છે.

 

View this post on Instagram

 

#Happy Valentine’s day❤️

A post shared by Navdeep Saini(NS23🤙) (@navdeep_saini10_official) on

રોહતકમાં જન્મેલા નવદીપ સૈનીની ગર્લફ્રેન્ડનું નામ પૂજા બિજારનિયા છે. જણાવી દઈએ કે નવદીપ સૈનીએ સોશિયલ મીડિયા પર પૂજા બિજારનિયા સાથેના પોતાના પ્રેમને ખુલીને વ્યક્ત કર્યો હતો. હાલમાં જ યોજાઈ ગયેલી આઇપીએલ દરમ્યાન બંનેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી. બંને આઇપીએલ દરમ્યાન સાથે-સાથે જોવા મળ્યા હતા. વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા સાથેની પૂજા અને નવદીપની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.

નવદીપ સૈનીની ગર્લફ્રેન્ડ ખાસ છે કારણકે પૂજાએ પોતાના પિતા માટે એ કામ કર્યું છે જે કામ આજના સમયમાં કરતા લોકો ખચકાય છે. પૂજાના પિતાને લીવરની બીમારી હતી, ત્યારે પિતાનો જીવ બચાવવા માટે પૂજાએ પોતાના લીવરનો એક ભાગ આપી દીધો હતો. ડોક્ટર રચિત ભૂષણ શ્રીવાસ્તવે પૂજાના પિતાના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું અને આ વાતની જાણકારી તેઓએ સોશિયલ મીડિયા પર વર્ષ 2017માં આપી હતી. જણાવી દઈએ કે પિતાના ઈલાજ માટે પૂજા અને તેમના પરિવારે પોતાની મિલકત પણ વેચી દીધી હતી.

Image Source

જયારે અંગદાનની વાત આવે ત્યારે લોકો આ વિશે વિચારે છે, પણ પૂજાએ તો વિચાર્યા વિના જ હસતા-હસતા પોતાના પિતાનો જીવ બચાવવા માટે પોતાના લીવરનો ભાગ દાન કરી દીધો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks