કામ કરતી વખતે, હંમેશા એવું લાગે છે કે કદાચ કોઈ આરામદાયક નોકરી હોય. ક્યારેય કામ ન કરવું પડે અને પૈસા પણ સમયસર ખાતામાં આવી જાય. આવું વિચારતા પણ એવું લાગે છે કે આ શક્ય નથી. પરંતુ તે શક્ય છે, હા, આજે અમે તમને એક એવી નોકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે માત્ર આરામદાયક છે. બ્રિટનમાં આવી કંપની છે, જે તમને પથારીમાં પડ્યા રહેવા માટે પૈસા આપશે. એટલું જ નહીં, આ કંપની તમારા માટે ટીવી જોવાની વ્યવસ્થા પણ કરશે. તમે કોઈપણ વિલંબ વગર આ કંપનીમાં નોકરી માટે અરજી કરી શકો છો. (તસવીરો: પ્રતીકાત્મક)

એક રિપોર્ટ અનુસાર, લક્ઝરી બેડ કંપની ક્રાફ્ટેડ બેડ્સ(Crafted Beds) આ જોબ ઓફર કરી રહી છે. આ નોકરી જોઈન કરનાર વ્યક્તિએ દરરોજ 6-7 કલાક પથારીમાં વિતાવવા પડશે. આ કંપનીમાં ગાદલા પરીક્ષક(મેટ્રેસ ટેસ્ટર)ની નિમણૂક કરવામાં આવી રહી છે. જેનું કામ સૂવાનું અને ગાદલાની સમીક્ષા કરવાનું છે. આ માટે કંપની તમને વાર્ષિક 25 લાખ રૂપિયા પણ આપશે.

ક્રાફ્ટેડ બેડ્સના માર્કેટિંગ મેનેજર બ્રાયન ડિલનનું કહેવું છે કે આ નોકરી માટે ઓફિસ આવવાની જરૂર નથી. કંપની તમને ગાદલું પણ પહોંચાડશે. તમારે દર અઠવાડિયે ગાદલા વિશે કંપનીને જાણ કરવાની છે. જો તમે સારું લખી શકો છો, તો તમે આ નોકરી મેળવી શકો છો.

હાલમાં આ જોબને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. કારણ કે ફક્ત સુવા માટે કોણ પૈસા આપે. તેથી બ્રિટેનમાં ઘણા લોકો આ જોબ અંગે ઉત્સાહિત છે અને અરજી પણ કરી રહ્યા છે. નોંધનિય છે કે આ પહેલા ઘણી કંપનીઓએ આવો જ પ્રોજક્ટ હાથ ઘરી ચૂકી છે. આ ઉપરાંત ઘણી ફૂડ કંપની અથવા ડ્રીંક્સ બનાવતી કંપની પણ ઘણીવાર તેનો ટેસ્ટ પારખવા માટે લોકોને સારા પગારે હાયર કરતી હોય છે.

હા, હું તને એક વાત કહેવાનું ભૂલી ગયો. આ નોકરી માટે બ્રિટિશ નાગરિકત્વ ફરજિયાત છે. જો તમારી પાસે યુકેમાં રહેતા કોઈ મિત્રો અથવા પરિવારના સભ્યો છે, તો તેમની સાથે આ સમાચાર શેર કરો.