જીવનશૈલી

જો આ સામાન્ય વાતોનું ધ્યાન નહીં રાખો તો ખરાબ થઇ શકે છે તમારું લગ્નજીવન ,જાણો કઈ છે એ વાતો

પતિ-પત્ની વચ્ચે એક અલગ જ સંબંધ હોય છે. કહેવાય છે કે એમનો આ સંબંધ જન્મો-જન્મનો હોય છે. પણ ઘણી વખત જીવનમાં એવી પરિસ્થિતિ આવી જાય છે કે આ જન્મો-જન્મનો સંબંધ તૂટી જાય છે. બે વ્યક્તિ વચ્ચેની થોડી નારાજગી અને થોડી ગેરસમજણ બંનેને અલગ થવા પર મજબુર કરી દે છે.

image source

તો ચાલો આજે અમે તમને થોડા એવા કારણો જણાવીએ જેને કારણે આ સંબંધ તૂટી શકે છે અને સાથે જ તેનું સોલ્યુશન જણાવીએ જેથી તમે આ સંબંધને તૂટતાં બચાવી શકો છો.

લગ્ન પહેલા એકબીજા ને સમજો
લગ્ન નક્કી થઈ ગયા બાદ છોકરા અને છોકરી બંને વચ્ચે સારી રીતે વાતચીત થવી ખુબ જ જરૂરી છે. એના દ્વારા તમે એકબીજાના સ્વભાવ અને વિચારોને જાણી શકો છો. જો તમારા બંનેનો પહેલેથી જ તાલમેલ હશે તો આગળ જતા તમે એકબીજાની વાતને આરામથી સમજી શકશો.ઘણા પરિવારમાં એવું હોય છે કે લગ્ન નક્કી થયા બાદ છોકરો અને છોકરી એકબીજા સાથે વાત તો શું મળી પણ નથી શકતા.

image source

લગ્ન બાદ બંને વચ્ચે અંતર
આજકાલ પતિ-પત્ની બંને કામ કરી રહ્યા હોય એ વાત સામાન્ય થઇ ગઈ છે. એવા સમયમાં ઘણી વખત કામ કે નોકરીમાં જો સારી ઓફર મળે તો તેનાથી પ્રભાવિત થઈને થોડા સમય માટે બંને એકબીજાથી અલગ બીજા શહેરોમાં રહેવાનું નક્કી કરી લેતા હોય છે. અને એને જ કારણે આગળ જતા બંનેના પ્રેમમાં પણ અંતર આવી જતું હોય છે.

બંને વચ્ચે ધીરે-ધીરે વિશ્વાસ ઓછો થતો જાય છે અને અંતે બંનેનો આ સંબંધ તૂટી જતો હોય છે. એટલે એવા કામથી પ્રભાવિત થઈને કયારેય પોતાના પાર્ટનરથી અલગ બીજા શહેરમાં રહેવું જોઈએ નહીં.

image source

ઓફિસમાં વધુ સમય વિતાવો
ઓફિસમાં કામ કરતા પતિ-પત્ની ઘણી વખત ઘર કરતા ઓફિસમાં વધુ કલાકો વિતાવવા લાગે છે જેને કારણે ઘરની પરિસ્થિતિ ખરાબ થઇ જતી હોય છે. બહાર ઓફિસની ગમે તેટલી જીમ્મેદારીઓ ઉઠાવી લો પણ એ ચક્કરમાં ઘર-ગૃહસ્થી ડગમગી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.ઓફિસ અને ઘર વચ્ચે બેલેન્સ રાખતા આવડવું જોઈએ.

image source

કામમાં મદદ કરવી જોઈએ
ઘણી વખત લગ્ન બાદ મહિલાને આટલું કામ વધી જતું હોય છે કે એને આરામ મળી શકતો નથી અને તેને કારણે તેનો સ્વભાવ થોડો ચીડ-ચીડો બની જતો હોય છે. જેથી ધીરે-ધીરે લગ્નજીવનમાં પ્રોબ્લેમ્સ આવવા લાગે છે. ઘરના દરેક કામમાં પતિએ તેની પત્નીની મદદ કરવી જોઈએ અને પત્નીએ દરેક સમસ્યામાં પતિનો સાથ આપવો જોઈએ.

image source

હંમેશા સાથ આપવો
લગ્ન સમયે બંનેએ એકબીજાનો સાથ ક્યારેય નહીં છોડીએ એવા વચનો આપેલ હોય છે. જીવનમાં જયારે પણ સમસ્યા આવે ત્યારે બંનેએ એકબીજાની સાથે જ રહેવું જોઈએ. પૈસાની અથવાતો બીજી કોઈ પણ સમસ્યા કેમ ન હોય એકબીજાનો સાથ ક્યારેય ન છોડવો જોઈએ.

image source

વધુ પડતી વ્યસ્તતા
આજકાલ બધા લોકો પોતાના જીવનમાં ખુબ જ વ્યસ્ત થઇ ગયા છે એવામાં આ પતિ-પત્ની સંબંધ એકબીજાને જોડીને રાખે છે. પણ હવે આ સંબંધમાં પણ બંને એકબીજા માટે સમય કાઢી શકતા નથી. એવામાં સંબંધો તૂટવાની સંભાવના ઘણી વધી જાય છે. સંબંધ બચાવવા તમે તમારા પાર્ટનર સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો સાથે જ દિવસમાં દરરોજ એક-બે કલાકો તેમની સાથે બેસી અને જીવનની વાતો કરી શકો છો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.