ખબર

આ બેંકમાં ગ્રાહકો 10 હજારથી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે, RBIએ લગાવ્યો પ્રતિબંધ- ક્યાંક તમારી બેંક તો નથી ને

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા મુંબઈમાં આવેલી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ બેંક (Punjab and Maharashtra Cooperative Bank, PMC Bank) 6 મહિના સુધી લેણ-દેણ પર રોક લગાવી છે.

બેંકમાં પૈસાની ગરબડના કારણે RBIએ કોઈ પણ પ્રકારના ખાતાધારકોને 1 હજારથી વધુની લેન-દેણ પર રોક લગાવી દીધી હતી. જેના કારણે બેન્કની બધી બ્રાન્ચમાં ભીડ પણ જોવા મળી હતી. આરબીઆઈએ આ બેન્કના ગ્રાહકો માટેની વિડ્રોઅલ મર્યાદાને વધારીને 10,000 રૂપિયા કરી છે. RBIનો આ પ્રતિબંધ 6 મહિના સુધી રહેશે. આ નિયમ અનુસાર બેન્ક કોઈ રોકાણ ન નથી કરી શકતું કે કોઈ ગ્રાહકને લોન પણ ના આપી શકે. RBI દ્વારા લગાવવામાં આવેલા આ પ્રતિબંધ બાદ બેંકે કહ્યું હતું કે ગ્રાહકની ડિપોઝીટ પુરી રીતે સુરક્ષિત છે.

PMC બેન્કને RBIની અગ્રીમ મંજૂરી વગર કોઈ પણ ધનરાશિ રીન્યુ અથવા કોઈ પણ ફ્રેશ ડિપોઝીટ સ્વીકાર પર ન રોક લગાવી છે. RBIના આ નિયમને કારણે ખાતાધારકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.