દિલધડક સ્ટોરી લવ-સ્ટોરી

ઘરેથી ભાગીને લગ્ન કરવા હોય તો આ બાબત જરૂર ધ્યાનમાં રાખો નહિ તો…નહિ તો પછતાશો

થોડા દિવસ પહેલા જ એક મિત્ર તેના બીજા મિત્રના ભાગીને કરેલા લગ્ન વિશે વાત કરી રહ્યો હતો કે એ લવ-બર્ડ્સે ઘરેથી ભાગીને ચોરી છુપીથી કોર્ટ મેરેજ તો કરી લીધા પણ પછી બંનેને થોડા સમય માટે જીવનમાં ખૂબ જ તકલીફોનો સામનો કરાવ્યો પડ્યો હતો, જેમકે પરિવારનો સાથ છૂટ્યો, પરિવારના ડરથી મિત્રોએ પણ મદદ ન કરી, આર્થિક તંગી વગેરે-વગેરે… આપણને એવું લાગતું હોય છે કે ઘરેથી ભાગીને લગ્ન કરી લેવાતો ખૂબ જ આસાન છે, પરંતુ એવું નથી. ત્યારે આજે આપણે ઘરેથી ભાગીને લગ્ન કરવા સાથે જોડાયેલા કેટલાક મુદાઓ વિશે વાત કરીશું.

ફિલ્મોમાં દર્શાવાતી દરેક વાત સાચી નથી હોતી

સામાન્ય રીતે ફિલ્મોમાં ઘરેથી ભાગીને લગ્ન કરવવાળી વાત ખૂબ જ આસાન બતાવવામાં આવે છે પરંતુ જેટલું દેખાય છે એટલું આસાન હોતું નથી. ઘરેથી ભાગ્યા બાદ ઘરની યાદ આવવી, ભાગવા પર પસ્તાવો થવો, અહીં સુધી કે રોટી કપડાં અને મકાન જેવી જરૂરિયાતો સાથે જોડાયેલ સંઘર્ષની વાત ફિલ્મોમાં દર્શાવવામાં આવતી નથી. ઘણીવાર તો એ વાત પર પણ ભાર નથી અપાતો કે ઘરેથી ભાગતા પહેલા જેની સાથે ભાગો છો એ વ્યક્તિને સારી રીતે જાણવી જોઈએ, સમજવી જોઈએ, કારણકે એ સૌથી અગત્યની બાબત છે.

કોર્ટ મેરેજ

ઘરેથી ભાગીને લગ્ન કરવાવાળા કપલ મોટેભાગે અલગ જાતિ, ધર્મ અને ક્ષેત્રના હોય છે. આવી પરિસ્થિતિમાં પારંપરિક સમારોહોમાં લગ્ન કરવાના બદલે સિવિલ કોર્ટમાં લગ્ન કરવું આસાન રહે છે. પરંતુ કોર્ટમાં લગ્ન કરવા માટે ત્રણ સાક્ષીઓની જરૂર પડે છે. જે લગ્નના ઘોષણાપત્ર પર સહી કરે છે. એ માટે પહેલેથી જ તૈયારી કરી રાખો.

આ સિવાય વિશેષ વિવાહ અધિનિયમ 1954 અંતર્ગત કોર્ટમાં લગ્ન કરવાના અમુક નિયમો હોય છે. આ નિયમો અનુસાર, તમે બંને પહેલેથી જ પરિણીત ન હોવા જોઈએ, માનસિક રૂપથી બંને સહેમત હોવા જોઈએ. બાળક પેદા કરવા માટે માનસિક રૂપથી તૈયાર હોવા જોઈએ. બંનેનો એકબીજા સાથે કોઈ પણ પ્રકારનો લોહીને સંબંધ કે દત્તક લેવામાં આવેલા સંબંધો ન હોવા જોઈએ.

આ સિવાય લગ્ન કરવા માટે ઉમર પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. ક્યારેક જોશમાં આવીને કોઈ પ્રેમી યુગલો ઘરેથી ભાગીને લગ્ન કરવાનો નિર્ણય કરી લે છે, પરંતુ એ વાત ન ભૂલવી જોઈએ કે ભાગીને લગ્ન કરવાનો અર્થ એ નથી કે તમે બધાજ નિયમોને નેવે મૂકી દો. ભારતમાં બાળવિવાહ અધિનિયમ અનુસાર 18 વર્ષથી નાની ઉંમરની છોકરીને લગ્ન કરવાની પરવાનગી નથી અને 21 વર્ષથી પહેલા છોકરો લગ્ન ન કરી શકે. એટલે જો તમે પરિવારથી બચીને ભાગી જશો તો પણ કાનૂનથી નહિ બચી શકાય.

ધામધૂમવાળા લગ્ન

ઘણા બધા લોકો કોર્ટમાં લગ્ન કરવાની સાથે સાથે પારંપરિક રીતે ધામધૂમથી લગ્ન કરવા માંગે છે, પરંતુ તમને મહેમાનો, રીતિ રિવાજ અને લગ્નના સમારોહના ખર્ચ વગેરેના ખર્ચનો અંદાજો પણ લગાવી લેવો જોઈએ. ઘરેથી ભાગવાવાળાઓને માતા-પિતા તરફથી કોઈ સહાયતા નથી મળતી. એટલે તેઓએ પારંપરિક રીતે લગ્ન કરવા પહેલા થવાવાળા ખર્ચાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ.

લગ્ન બાદની હકીકત

જયારે બે લોકો એકબીજાને સાચો પ્રેમ કરે છે ત્યારે તેને આખી દુનિયાની કોઈ ચિંતા નથી હોતી. પરંતુ જોવામાં આવે તો એક રીતે દુનિયાવાળાઓની પણ જરૂર પડે છે. લગ્ન બાદ જીવનમાં મિત્રો અને શુભચિંતકોની પણ જરૂર હોય છે. જો તમારા પરિવારે પણ સાથ છોડી દીધો તો આખરે સાથ આપશે કોણ? એ પછી તો બસ મિત્રો, પાડોશના અંકલ-આંટી, અને સહકર્મચારીઓનો જ સહારો રહે છે, જે તમારો સાથ આપે છે.

સંસાર વસાવવામાં સમય લાગે છે, અને પૈસા, ઉર્જા અને લોકોની મદદ અને પહેલેથી બનાવેલી યોજનાની પણ જરૂરત હોય છે. સૌથી જરૂરી હોય છે પૈસા માટેની પહેલેથી જ પ્લાનિંગ, ભાગવા પહેલા તમારા પાસે બેંકમાં પૈસા હોવા જોઈએ કારણકે એકવાર તમે ઘરેથી ભાગી ગયા પછી તમારા માતા-પિતા તમારી કોઈ મદદ નહિ કરે. એટલે ભાગતા પહેલા આ બધી જ બાબતોનો વિચાર કરી લેવો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks