ધાર્મિક-દુનિયા

સાવધાન: ભૂલથી પણ શિવલિંગ પર ન ચઢાવો આ 7 વસ્તુઓ, શિવજી થઇ જશે નારાજ

શ્રાવણ મહિનાને શરુ થવાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હવે દરેક શિવ ભક્ત ભગવાનને ખુશ કરવામાં લાગી જશે. હવે શ્રાવણ મહિનામાં ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે જુદા-જુદા પ્રયત્નો કરવા લાગશે. ભક્તો ભગવાન શિવની પૂજા દરમ્યાન શિવલિંગ પર દૂધ-દહીં, ધતુરો, ચંદન ભસ્મ વગેરે ચઢાવે છે.

પરંતુ શિવલિંગ પર બધી જ વસ્તુઓ ચઢાવી શકાતી નથી. કારણ કે ભગવાન શિવને વૈરાગી કહેવામાં આવે છે. આ જ કારણ છે કે તેમના શિવલિંગ પર કેટલીક વસ્તુઓ ચઢાવી શકતી નથી. એનાથી ભગવાન શિવ રિસાઈ જાય છે. તો આજે તમને જણાવીશું કે ભગવાનના શિવલિંગ પર કઈ 7 વસ્તુઓ ભૂલથી પણ ન ચઢાવવી જોઈએ.

તૂટેલા ચોખા –

Image Source

આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાન શિવને અક્ષત એટલે કે આખા ચોખા ચઢાવવા જોઈએ. તૂટેલા ચોખા અપૂર્ણ અને અશુદ્ધ હોય છે, એટલે આ શિવજીને ચઢતા નથી.

શંખ જળ –

Image Source

ભગવાન શિવે શંખચૂડ નામના અસુરનો વધ કર્યો હતો. શંખને પણ અસુરનો પ્રતીક માનવામાં આવે છે જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એટલા માટે ભગવાન વિષ્ણુની પૂજા શંખથી થાય છે પણ ભગવાન શિવની નહિ.

તલ –

Image Source

એવું માનવામાં આવે છે કે તલ ભગવાન વિષ્ણુના મેલમાંથી ઉત્પન્ન થયા હતા, એટલે આ ભગવાન શિવને ચઢાવવામાં નથી આવતા.

નારિયેળ પાણી –

Image Source

શિવજીની પૂજા નારિયેળથી થાય છે પરંતુ નારિયેળ પાણીથી નહિ, કારણ કે શિવલિંગ પર ચઢાવવાવાળી બધી જ વસ્તુઓ નિર્મલ અને શુદ્ધ હોવી જોઈએ, જેનું સેવન કરવામાં ન આવે. નારિયેળ પાણી દેવતાઓને ચઢાવ્યા બાદ જ ગ્રહણ કરવામાં આવે છે એટલે શિવલિંગ પર નારિયેળ પાણી ચઢાવવામાં નથી આવતું.

તુલસી –

Image Source

જલંધર નામના અસુરની પત્ની વૃંદાના અંશથી તુલસીનો જન્મ થયો હતો જેનો ભગવાન વિષ્ણુએ પત્નીના રૂપમાં સ્વીકાર કર્યો હતો. એટલે તુલસીથી શિવજીની પૂજા નથી કરવામાં આવતી.

હળદર –

Image Source

હળદરનો સંબંધ પણ ભગવાન વિષ્ણુ સાથે અને સૌભાગ્ય સાથે છે એટલા માટે હળદર પણ ભગવાન શિવને ચઢાવવામાં નથી આવતી.

કંકુ –

Image Source

ભગવાન શિવ વૈરાગી છે અને કંકુને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે એટલે કંકુ શિવજીનું ચઢાવવામાં નથી આવતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks