જાણવા જેવું જીવનશૈલી પ્રવાસ

હોટલમાંથી ચેક આઉટ કરતાં આટલી બધી વસ્તુઓ સાથે લઈ જઈ શકો છો, કોઈ તમને ચોર નહીં કહે

હાલમાં એક ભારતીય ફેમિલનો બાલીનો વિડીયો સોશિયલ મીડિયામાં બહુજ વાયરલ થયો છે,. બાલીમાં રોકાયેલા એક પરિવાર દ્વારા હોટેલના રૂમમાંથી બધો જ સામના બેગમાં ભરી લીધો હતો. અને  હોટેલવાળાએએ જયારે આ સામાનની તલાશ લેતા બધી જ સામના  મળી આવ્યો હતો.

 

View this post on Instagram

 

Warmest greeting from Kuta💌 Let’s stay with us✨ . . . #hotel#hotelbali#hotelmurahbali #love

A post shared by Kuta Angel Hotel Luxurious (@kutaangelbali) on

આ પરિવાર ખુબ જ શરમાઈ ગયો હતો. અને  વારંવાર પરિવાર દ્વારા માફી માંગવી પડી હતી. પરંતુ આ ઘટના ઘટ્યા બાદ  વિદેશમાં ભારતની છબી ખરડાઈ  જાય તે સ્વાભાવિક છે.


હોટેલ મેનેજમેન્ટ દવારા તેના ગ્રાહકોને સારામાં સારી સુવિધા આપે છે. સાથે જ તમે રૂમમાં સારો સમય પસાર કરી શકો તે માટે પણ તે પૂરતું ધ્યાન આપે છે.

લકઝરી લાઈફ માટે હોટેલના રૂમમાં બધી સુવિધા આપવાઆ આવે છે.જેની જરૂરિયાત માણસને દરરોજ થતી હોઈ છે.પરંતુ ઘીનવાર આ સુવિધાઓને  પોતાની વસ્તુ સમજીને ઘણીવાર લોકો સાથે લઇ જતા હોય છે.

તે લોકોને લાગતું હોય છે કે,  હોટેલના રૂમમાં આપવામ આવેલી બધી સુવિધા તેના ઉપયોગ માટે અને ઉપયોગ કર્યા બાદ તેને લઈ જવા માટે હોય છે. જો  તમે પણ આવું વિચારતા હોય કે લઇ આવવાનું વિચારતા હોય તો તમે ચોરની શ્રેણીમાં આવતા તમને કોઈ નહીં રોકી શકે.

હોટેલની પ્રોપટીને સમજવી જરૂરી છે. જયારે પણ તમે કોઈ ફાઈવ સ્ટાર હોટેલમાં જાવ છો ત્યારે ત્યાં બધી વસ્તુઓને તમારી વસ્તુ વસ્તુ સમજવાની ક્યારે પણ ભૂલના કરો.  હોટેલમાં તમારી સુવિધા માટે ઘણીવાર રૂમના ફ્રીઝમાં વાઈન, જ્યુસ વગેરે રાખવામાં આવે છે.

ત્યારે આ વસ્તુ શેમ્પુ અને સાબુની જેમ ફ્રી નથી હોતી. અમુક વાસ્તુના પૈસા તમે રૂમ ચેકઆઉટ કરતા સમયે ચૂકવવા પડે છે. તેવી રીતે જ તમારે હોટેલની પ્રોપટીને બધી વસ્તુને જાણવી પડશે. પછી તમે હોટેલમાંથી કઈ વસ્તુ લઇ જવાશે અને કંઈ વસ્તુ નહિ લઇ જવાઈ.

હોટલના રૂમમાં બ્રશ, સાબુ, શેમ્પુ, ઓયલ, ક્રીમ,  ડિસ્પોઝેબલ શાવર કેપ, સ્લીપર, લોન્ડ્રી બેગ, બોડીવોશ, દાંતિયો, આપે છે. એનો ઉપયોગ તમે એક વાર કરી શકો છો. આ સાથે જ હોટેલના રૂમમાં ચા, કોફી, ખાંડ અને મીઠું પણ હોય છે. આ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો.

અને ઇચ્છો તો તમે સાથે પણ લઇ  શકો છો. હોટેલની આ વસ્તુઓ પર હોટેલનું નામ હોય છે.અને મફતમાં પ્રચાર-પ્રસાર થયા છે. આ સિંગલ વસ્તુઓ તમારા માટે જ હોય છે.

આ સિવાય હોટેલના રૂમમાં સુવિધા માટે ઇલેક્ટ્રિક સામાન, કોફી મશીન, પેન્ટ્રી, હેર ડ્રાયર પણ રાખવામાં આવ્યા છે. સાથે જ રૂમમાં રૂમમાં સજાવટ માટે એસ ટ્રે, દીવાલ પર પેઇન્ટિંગ અને શો પીસ પણ હોય છે. પરંતુ તે ફક્ત રૂમની સજાવટ માટે હોય છે.

આ ચીજને પણ ભૂલથી પણ ના રાખો બેગમાં 

હોટેલમાંથી આપવામાં આવેલા ટુવાલ, પિલો કવર, બેડશીટ  એ ત્યાં જ તમે વાપરી શકો છો. તેને  તમે ઘરે ના લઇ જઈ શકો.

રૂમમાં સુવિધા માટે આપવામાં આવેલા હેર ડ્રાયર, હીટર, કીટલી, ઓવન જેવી વસ્તુઓનો ફક્ત હોટેલમાં જ ઉપયોગ કરી શકો છો. તે ઘરે લઇ જય શકાય નહીં.


કપબોર્ડની અંદર આવેલા હેન્ગર્સ અને રોબ્સને તમે કપરાડા હેન્ગ કરવા માટે ઉપયોગ કરી શકો છો. પરંતુ તેને તમે ઘરે લઇ જઈ શકો નહીં. રૂમમાં રાખવામાં આવેલી ડેકોરેટિવ વસ્તુઓ પેઇન્ટિંગ  ફક્ત સજાવટ માટે હોય છે. તેને ત્યાં જ રહેવા દેવા માટે હોય છે.

હોટેલના રૂમમાં રાખવામાં આવેલી ક્રોકરી આઈટમ ચમચી, ગ્લાસ, પ્લેટ્સ, ક્રોકર, વાટકા ત રૂમમાં ઉપયોગ કરવા માટે  જ હોય છે. તેને તમે સાથે લઇ જઈ ના શકો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks