આપણે રોજિંદા જીવનમાં ઘણી વસ્તુઓ વાપરીએ છીએ, પણ એમાંથી ઘણી વસ્તુઓ એવી હોય છે કે જેને શું કહેવાય એ વિશે આપણને જાણકારી જ નથી હોતી. તો આજે એવી જ કેટલીક વસ્તુઓ વિશે જાણીએ કે જેનો ઉપયોગ કરવા છતાં આપણને તેને શું કહેવાય એ ખબર નથી.
નોઝ પેડ્સ (Nose Pads) –

ચશ્મા કે ગોગલ્સમાં જે નાના રબર જેવા મટિરિયલના પેડ્સ હોય છે જે આપણે ચશ્મા પહેરીએ ત્યારે આપણા નાક સાથે ચોંટેલા રહે છે. તેને નોઝ પેડ્સ કહેવામાં આવે છે.
પુલ લૂપ્સ (Pull Loops) –

આપણા સ્પોર્ટ્સ શૂઝમાં પાછળના છેવાડા પાસે એકદમ નાના લૂપ હોય છે, જેને પુલ લૂપ્સ કહેવાય છે. જે તમારા શૂઝને જરૂર પડ્યે બાંધીને તમારા બેગ સાથે લટકાવવા કામ આવે છે.
ફ્લોમ બંડલ્સ (Phloem Bundles) –

આ સૌથી વધુ યુનિક વસ્તુ છે અને 90 ટકા લોકો આ વિશે જાણતા નહિ હોય, કેળાની છાલમાંથી જે સફેદ રેસા જેવો ભાગ નીકળે છે એનું એક નામ છે અને એને ફ્લોમ બંડલ્સ કહેવાય છે.
અગલેટ્સ (Aglets) –

આપણે બધા જ બૂટ્સ તો પહેરતા જ હોઈશું, અને પણે બૂટની દોરીના છેડા પર જે પ્લાસ્ટિકનો ભાગ જોઈએ છીએ તેને અગલેટ્સ કહેવાય છે. જે દોરીને બૂટનાં કાણામાં સરખી રીતે પસાર કરવાના કામ આવે છે.
ફેરુલ (Ferrule) –

આપણે બધાએ જ એવી પેન્સિલ વાપરી જ હશે કે જેના એક છેડા પર રબર લાગેલું હોય, મેટલનો જે ભાગ પેન્સિલને રબર સાથે જોડે છે એને ફેરુલ કહેવાય છે. આ એ જ વસ્તુ છે જેને આપણે હંમેશા ટ્રાય કરતા કે ચાવીએ નહિ અને સારું જ રાખીએ..!
લોકર લૂપ (Locker Loop) –

તમારા શર્ટ પર પાછળના ભાગે જે લૂપ બનેલું હોય છે આપણે હંમેશા વિચારીએ છીએ કે એને શું કહેવાય, તો આજે જાણો કે એને લોકર લૂપ કહેવાય, જે શર્ટને દીવાલ પર લટકાવવાના કામમાં આવે છે.
ક્રાઉન (Crown) –

આપણી કાંડા ઘડિયાળમાં એક નાની ચાવી જેવી વસ્તુ હોય છે જેના દ્વારા આપણે ઘડિયાળમાં સમય બદલી શકીએ છીએ, એને ક્રાઉન કહેવાય છે. કદાચ આ તો કોઈને જ ખબર નહિ હોય!
તીથ (Teeth) –

આપણા જીન્સની ચેઇનમાં જે ઝીપ કરવાનો ભાગ હોય છે તેને ચેઇન કહેવાય છે, પણ શું તમે જાણો છો કે પેલા નાના નાના ભાગો કે જે ચેઇનને એક બીજા સાથે જકડીને રાખે છે, જેથી ચેઇન બંધ થાય છે, તેને તીથ કહેવાય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.