ખબર

આતંકી હુમલાઓ બાદ એક જવાબદાર નાગરિક તરીકે શું ન કરવું જોઈએ? દેશભક્ત હોવ તો જરૂર વાંચો આ લેખ

14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં આતંકી હુલો થયો જેમાં 44 જેટલા દેશના જવાનો શહીદ થયા છે ત્યારે લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહયા છે. અને સરકારને કહી રહયા છે કે હવે આ હુમલાનો જડબાતોડ જવાબ આપવો પડશે, સર્જીકલ સ્ટ્રાઇક કરવી પડશે કે યુદ્ધ થવું જોઈએ વગેરે વગેરે… પણ શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે આવા હુમલો બાદ આવી પ્રતિક્રિયા આપીને કોઈ ફાયદો નહિ થાય. પરંતુ એ વાતનું ધ્યાન આપવું પડશે કે આવા હુમલાઓ બાદ જવાબદાર નાગરિક તરીકે અમુક વસ્તુઓ ન કરવી જોઈએ…

સૌથી પહેલા તો લોકોએ એ વિચાર મનમાંથી કાઢી નાખવો જોઈએ કે પાકિસ્તાન સાથે યુદ્ધ આમ ન થાય. આવા હુમલાઓ થાય એટલે તરત જ દેશના લોકો શરુ થઇ જાય છે કે હવે તો પાકિસ્તાન સાથે યુદ્ધ કરવું જોઈએ, પણ આ યુદ્ધની વાત છે. કોઈ પીકનીક નથી કે એમ જ થઇ જાય. દરેક આતંકી હુમલાઓ બાદ આપણે યુદ્ધ કરવાની જ વાત કરીએ છીએ પણ આ કોઈ આસાન કામ નથી અને તમે સરકારને યુદ્ધ કરવા માટે દબાણ ન કરી શકો. અને અહીં વાત કરીએ યુદ્ધની તો યુદ્ધ તો પાકિસ્તાન કરવા જ માંગે છે, તો શું આપણે કરી લેવાનું? યુદ્ધથી પાકિસ્તાનનું શું બગડશે? ઉપરથી અત્યારે ચીન પાકિસ્તાનનું મિત્ર બનીને ત્યાં જ બેઠું છે, પાકિસ્તાનને સપોર્ટ કરવા એ વાત ભૂલવી ન જોઈએ.

બીજી વાત એ છે કે હવે બધાને જ સજા આપો. અરે બધા જ કાશ્મીરી આતંકવાદીઓ નથી. એટલે દરેક કાશ્મીરીઓને આતંકવાદી સમજીને સજા ન આપો. જો તમે ઇચ્છતા હોવ કે કાશ્મીર તમારી સાથે રહે તો એ વાત પણ યાદ રાખો કે 100માંથી 95 કાશ્મીરીઓ એવા હશે જે ભારતને જ સાથ આપતા હશે. તો જો આ હુમલાઓ માટે કાશ્મીરીઓને જવાબદાર માનશો તો એ ખૂબ જ ખોટી વિચારધારા છે.

હવે વાત કરીએ પ્રતિબંધની તો, આપણે ક્રિકેટર્સ-ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવી ચુક્યા છે, કલાકારો પર પ્રતિબંદ લગાવી ચુક્યા છે, તો હવે કોના પર પ્રતિબંધ લગાવશો…? જો આ રીતે પ્રતિબંધ લગાવવાથી જ પાકિસ્તાનની સમસ્યા હલ થઇ શકતી હોત તો ત્યાર સુધીમાં થઇ જ જાત ને! તો આ પ્રતિબંધ છોડો અને પાકિસ્તાનના સારા ટેલેન્ટને ભારત લઇ આવો, કદાચ પાકિસ્તાન શર્મસાર તો થશે.

આવા હુમલા બાદ હવે લોકોના મનમાં બદલો લેવા માટે એક જ વિચાર આવશે, સર્જીકલ સ્ટ્રાઇક, પણ એક વાત આડ રાખો કે સર્જીકલ સ્ટ્રાઇક એટલી આસાન નથી, એના માટે ખૂબ જ પ્લાનિંગની જરૂર પડે છે, ઉરી વખતે પણ ઘણો સમય લઈને ધીરેથી કરવામાં આવી હતી. અને એ વાત પણ ભુલશો નહિ કે હવે તેને ખબર છે કે ભારત ક્યાંથી કઈ રીતે કરી શકે છે. અને એ માટે પાકિસ્તાન તૈયાર પણ રહેશે, એટલે સર્જીકલ સ્ટ્રાઇક સિવાય પણ બીજા રસ્તાઓ હોઈ શકે જે વિશે વિચારવું રહ્યું.

આ આતંકી હુમલા બાદ દર વખતે થાય છે એમ આપણે પોલિટિકલ પાર્ટીઓને બ્લેમ કરવાનું શરુ કરી દીધું છે, જે પાકિસ્તાન પહેલાથી જ ઈચ્છે છે. કોંગ્રેસ ભાજપને બ્લેમ કરે છે અને ભાજપ કહેશે કે કોંગ્રેસ આ વાતનો ફાયદો ઉઠાવી રહી છે. એમાં પણ જો હાલના વડાપ્રધાન મોદીજી કોઈ એક્શન લેશે તો એને રાજનીતિ સમજવામાં આવશે. હાલ જયારે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે દરેકને એવું લાગશે કે મોદીજીએ આ એક્શન ચૂંટણી જીતવા માટે લીધું છે. અને તો કોઈ એક્શન નહિ લે તો કહેવામાં આવશે કે મોદી ખૂબ જ નબળા છે. કોઈ પણ પાર્ટી કોઈ પણ એક્શન લેશે તેને રાજનીતિના એંગલથી જોવામાં આવશે.

હવે શરુ થઇ જશે સમુદાયો પર સવાલ ઉઠાવવાનું શરુ થઇ જશે, અને વિચારશે કે આ કોમના લોકોએ હુમલો કર્યો હાટ, આ જ લોકો જવાબદાર છે, અને પછી શરુ થઇ જશે કોમ વચ્ચેના તોફાનો, જે આતંકીઓ ઈચ્છે છે. અહીં એ વાત પર ધ્યાન આપવાની જરૂર છે કે આતંકીઓનો કોઈ જ ધર્મ નથી હોતો. તેઓના કોઈ ભગવાન નથી હોતા. એટલે કોઈ પણ કોમને આ વાત માટે જવાબદાર ગણવાની જરૂર નથી.

પછી આપણે એ વાત કરીશું એ ઈન્ડ્સ વોટર ટ્રીટીને તોડી નાખો, પાકિસ્તાનના લોકોને ભૂખે મરવા દો, વગેરે વગેરે… પણ એનાથી આતંકીઓને કોઈ જ ફરક નહિ પડે. કારણકે તેઓ પોતે જ પોતાના બાળકોને બોમ્બથી ઉડાવી રહયા છે. એટલે જવાબ નાગરિકો પાસેથી નહિ આતંકીઓ પાસેથી લેવાનો છે, આતંકી ખતમ કરવાના છે. અને એ વાત પણ ન ભૂલો કે ચીન પાકિસ્તાનનું મિત્ર છે, એ બ્રહ્મપુત્રાનું પાણી બંધ કરી દેશે, જો આપણે ઈન્ડ્સનું પાણી બંધ કરી દઈશું તો.

તો હવે વાત કરીએ આ સ્થિતિના હલ વિશે તો ફક્ત યુદ્ધ કે સર્જીકલ સ્ટ્રાઇક જ આનો જવાબ ન હોઈ શકે. ઇકોનોમિક સ્ટ્રાઇક કરી શકીયે, શું આપણે પાકિસ્તાનને આતંકી રાષ્ટ્ર જાહેર કરી શકીએ, શું આપણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને નુકશાન થાય એવું કરી શકીએ, શું આપણે પાકિસ્તાનના કપડા યુએન સામે ઉતારી શકીયે? શું આપણે એવું કઈ કરી શકીએ કે જેનાથી પાકિસ્તાનની ઇમેજને વધુ નુકશાન થાય? તો સર્જીકલ સ્ટ્રાઇક સિવાય પણ બીજા વિકલ્પો છે. અને જે પણ આ વાતનો હલ હશે એ કાઢતા સમય લાગશે. તો ધીરજ રાખીને એ વાત પર આપણી સરકારનો સાથ આપીએ તો કેવું?

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks