મોટાભાગે આપણે જોયું છે કે નાના બાળકો રમતા રમતા કેટલીય વસ્તુઓ નાકમાં અને મોઢામાં પણ નાખી દેતા હોય છે જેના કારણે ચિંતા પણ થતી હોય છે. આવી જ ઘટના ન્યુઝીલેન્ડમાંથી સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે અહીંયા એક બાળક રમતા રમતા તેના નાકમાં એક લેગો પીસ ફસાઈ ગયો. જે લગભગ બે વર્ષ બાદ હાલમાં બહાર નીકળ્યો છે. હેરાનીની વાત તો એ છે કે બાળકના નાકની અંદર એ પીસને ડોકટરો પણ શોધી શક્યા નહોતા.

મળતી માહિતી પ્રમાણે ન્યૂઝીલેન્ડના દક્ષિણમાં સ્થિત ડ્યુનડિન,આ સાત વર્ષીય સમીર અનવર પોતાના માતા પિતા સાથે રહે છે. 2018માં જયારે તે 5 વર્ષનો હતો ત્યારે તેને પોતાના નાકની અંદર લેગો પીસ ફસાવી લીધો હતો. તેના પિતા મુદ્દસીરે નાકમાંથી એ કાઢવા માટેનો પ્રયત્ન કર્યો પરંતુ તે લેગો પીસ નીકળ્યો નહોતો.

સમીરને ડોક્ટર પાસે પણ લઇ જવામાં આવ્યો પરંતુ ડોક્ટર પણ તેને શોધી શક્યા નહોતા. ત્યારબાદ સમીરને કોઈપણ પ્રકારની ફરિયાદ રહી નહોતી. તેને નાકમાં દુખાવો પણ થતો નહોતો.

પરંતુ બે વર્ષ બાદ જયારે 16 ઓગસ્ટ 2020ના રોજ સમીર કપ કેક ખાવા માટે નીચો નમ્યો, એ દરમિયાન ખાતા પહેલા તેને કેક સૂંઘી. અને ત્યારે જ તેના નાકની અંદર જોરથી દુઃખાવો થયો. સમીરના માતા પિતાને લાગ્યું કે તેને નાકની અંદર કેકનો એક ટુકડો ખેંચી લીધો છે. ત્યારબાદ સમીરે થોડી મહેનત કરીને જોરથી છીંક ખાધી ત્યારે નાકની અંદરથી કાળા રંગનો લેગો પીસ બહાર નીકળ્યો જે બે વર્ષ પહેલા નાકમાં ફસાઈ ગયો હતો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.