ઘણીવાર ચોર આવી અજીબોગરીબ ચોરીની ઘટનાઓને અંજામ આપે છે, જેને જોયા પછી ક્યારેક આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. ચોર ચોરી કરવા માટે અવનવા જુગાડ પણ વાપરતા હોય છે, સોશિયલ મીડિયામાં પણ ચોરીને લઈને અજીબો ગરીબ જુગાડના વીડિયો પણ વાયરલ થતા હોય છે. હાલ એવી જ એક ઘટના સામે આવી છે જેને લોકોને હેરાનીમાં મૂકી દીધા છે.
આ ઘટના સામે આવી છે કેરળના કોલ્લમ જિલ્લામાંથી. જ્યાં એક ફાઇનાન્સ ફર્મમાંથી અજીબોગરીબ ચોરીની જાણ થઈ છે. અહીં ચોરો પેઢીમાં ઘૂસી દાગીના અને રોકડ લઈ ગયા હતા. પરંતુ ચોરીની ઘટના કરતાં પણ વધુ ચર્ચા ચોરીએ ચોરી કરતા પહેલા જે ઘટનાને અંજામ આપ્યો હતો તેની થઇ રહી છે. આ ચોરોએ પેઢીમાં ચોરીને અંજામ આપતા પહેલા વિધિવત પૂજા કરી હતી, ત્યારબાદ તેઓ ચોરીનો માલ લઈને ભાગી ગયા હતા.
આ મામલો પટનાપુરમ બેંકર્સ નામની ખાનગી નાણાકીય પેઢીનો છે, જ્યાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ચોરોએ લોકરની સામે દારૂ અને પાન મૂકીને પૂજા કરી હતી. ત્યાર બાદ તેઓ એ જ લોકરમાંથી રૂ. 30 લાખનું સોનું અને રૂ. 4 લાખની રોકડ રકમ લઈને ભાગી ગયા હતા. ચોરીની ઘટનાની ફરિયાદ મળ્યા બાદ, પોલીસે સ્થળનું નિરીક્ષણ કર્યું અને જાણવા મળ્યું કે ત્યાં કોઈ ધાર્મિક વિધિ કરવામાં આવી હતી.
તમિલો દ્વારા પૂજવામાં આવતા દેવતાનું ચિત્ર ત્રણ પાંદડા પર મૂકવામાં આવ્યું હતું. નજીકમાં ચૂનો જડેલા અને પીળા દોરાથી બાંધેલો નાનો ભાલો, દારૂની બોટલ અને નાગરવેલના પાન મળી આવ્યા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ચોરોએ પોલીસની ડોગ સ્ક્વોડને ગેરમાર્ગે દોરવા માટે માનવ વાળ ચારે બાજુ વિખેરી નાખ્યા હતા.
ઉપરાંત, ગુનાના સ્થળે, પોલીસે બીજી એક રહસ્યમય વસ્તુ જોઈ, જે દિવાલ પર ચોંટાડેલું પોસ્ટર હતું. ચોરોએ આ પોસ્ટર પર લખ્યું હતું કે, ‘હું ખતરનાક છું, મારી પાછળ ન આવો’. ચોરોએ પોલીસને સ્પષ્ટપણે ધમકી આપી છે કે તેમની શોધ ન કરો નહીંતર પરિણામ ખરાબ આવશે. પરંતુ અધિકારીઓએ નોંધને અવગણવાનું પસંદ કર્યું.