ખબર

છોકરી બનીને ગર્લ્સ હોસ્ટેલમાં ઘુસ્યા પછી, એવું કામ કરીને બહાર આવ્યો કે બધા જ ચોંકી ઉઠ્યાં

દિલ્હી યુનિવર્સિટી શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC) ના ગર્લ્સ હોસ્ટેલમાં 12 સપ્ટેમ્બરના રોજ ચોરી થઈ હતી. આ દિવસે દિલ્હી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી હતી. આ દિવસે છોકરીઓના ડેબિટ કાર્ડ અને રોકડા ગાયબ થઈ ગયા. 16 સપ્ટેમ્બરના દિવસે મૌરિસ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી. યુવતીઓએ ફરિયાદમાં શંકા વ્યક્ત કરી હતી કે એક વ્યક્તિ છોકરીના કપડાં પહેરીને આવ્યો હતો અને તેણે આ ચોરી કરી હતી.

Image Source

એક અહેવાલ મુજબ ચોરીની ઘટના 12 સપ્ટેમ્બરની બપોરે 1 થી 2 વાગ્યાની વચ્ચે બની હતી. આ સમયે હોસ્ટેલની ઘણી છોકરીઓ મેસમાં લંચ કરી રહી હતી. સીસીટીવી ફૂટેજમાં એ જોવા મળ્યું કે લગભગ 1.40 વાગ્યે કોઈ વ્યક્તિ હોસ્ટેલમાં પ્રવેશી અને 2.10 વાગ્યે બહાર આવી ગઈ. છોકરીઓનું કહેવું છે કે તેઓ વ્યક્તિની જેન્ડર નથી જાણતી, પરંતુ જ્યારે તેઓએ ફૂટેજને થોડી કાળજીપૂર્વક જોઈ તો એવું લાગ્યું કે જાણે છોકરીઓના કપડા પહેરીને કોઈ વ્યક્તિ હોસ્ટેલમાં પ્રવેશ્યો હોય.

આ વ્યક્તિ એક પછી એક હોસ્ટેલના ઘણા રૂમમાં ઘુસ્યો. તે હોસ્ટેલમાં ખૂબ જ આરામથી ફરી રહ્યો હતો. એક રૂમમાં પ્રવેશ્યા પછી, તેણે રૂમ અંદરથી બંધ કરી દીધો. થોડી વાર પછી તે ત્યાંથી બહાર નીકળી ગયો. એ જ ઓરડામાં રહેતી યુવતીનું ડેબિટ કાર્ડ અને પૈસા ગાયબ થયા હતા.

Image Source

અહેવાલો અનુસાર, જે છોકરીનું કાર્ડ ચોરી થયું હતું, એને 12 સપ્ટેમ્બરની સાંજે એવું લાગ્યું કે તેનું કાર્ડ ગાયબ થઇ ચૂક્યું છે. એટલે તેને શોધવાનું શરુ કર્યું. પણ જ્યા સુધી એ સમજી શક્તિ કે એનું કાર્ડ ચોરી થયું છે, તેના એકાઉન્ટમાંથી બે ટ્રાન્ઝેક્શન થઇ ગયા અને 50 હાજર રૂપિયા કપાઈ ચુક્યા હતા. એ વ્યક્તિએ તેના કાર્ડનો ઉપયોગ કરીને એટીએમથી 20 હજાર રૂપિયા કાઢયા હતા અને લાઈફસ્ટાઈલ સ્ટોરમાંથી શોપિંગ કરીને બાકીના પૈસા પણ ખર્ચી કાઢયા હતા. આ સિવાય આ ચોરે છોકરીઓના રૂમોમાંથી 3 હજાર રૂપિયા પણ ચોરી કર્યા હતા.

પોલીસે ફરિયાદ નોંધી લીધી છે અને હાલ તપાસ ચાલુ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.