અજબગજબ

આ દયાળુ ચોરે વૃદ્ધ મહિલાના માથા પર ચૂમીને કહ્યું- નથી જોઈતા તમારા પૈસા, જુઓ વાઇરલ વિડીયો

સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં બ્રાઝિલ શહેરનો એક વિડીયો ખુબ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં અમુક લૂંટેરાઓ એક મેડિકલ સ્ટોરમાં ઘૂંસીને ચોરી કરતા દેખાઈ રહ્યા છે. વિડીયોમાં ચોંકાવનારી બાબત એ છે કે આ દરમિયાન એક ચોર જેના હાથમાં હથિયાર પણ છે જે પૈસા છીનવી લેવાની જગ્યાએ એક વૃદ્ધ મહિલા ગ્રાહકના માથાને ચૂમી લે છે અને પૈસા લીધા વગર જ ત્યાંથી ચાલ્યો જાય છે.

Image Source

મેડિકલ સ્ટોરમાં જ્યારે આ લૂંટફાટ કરવામાં આવી રહી હતી ત્યારે આ પુરી ઘટના સીસીટીવી કેમેરામાં કૈદ થઇ ગઈ હતી. કેમરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સ્ટોરમાં બે વ્યક્તિ હેલ્મેટ પહેરીને ઘુંસી જાય છે, તેઓના હાથમાં હથિયાર પણ દેખાઈ રહ્યા છે. જેના પછી તેઓએ ત્યાં હાજર દરેકને કહ્યું કે તેઓ પોતાના બધા જ પૈસા આપી દે.

Image Source

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક ચોર ત્યાં રહેલી મહિલાને પકડી રાખે છે તો બીજો ચોર દુકાનના ગલ્લામાંથી પૈસા લેતો દેખાઈ રહ્યો છે. આ સિવાય અન્ય કમર્ચારી પોતાના હાથ માથા પર રાખીને નીચે બેઠેલો દેખાઈ રહ્યો છે.

Image Source

એવામાં ત્યાં રહેલી વૃદ્ધ મહિલા લૂંટેરાઓ સાથે લડાઈ કરતી દેખાઈ રહી છે, અને ચોર પણ તેને ચૂપ કરાવવાની કોશિશ કરી રહ્યો છે. એવામાં આ ચોર આ વૃદ્ધ મહિલાના માથા પર ચૂમીને ત્યાંથી ચાલ્યો જાય છે.

Image Source

બ્રાઝિલના અમારંતેમાં આ ઘટના બની છે. મેડિકલ સ્ટોરના માલિકનું આ ઘટના વિશે કહેવું હતું કે લૂંટેરાઓની પાસે વૃદ્ધ મહિલા ગઈ અને કહ્યું કે તે બધા જ પૈસા લઇ લે.

વૃદ્ધ મહિલાનું આવું કહેવા પર ચોરે તેના માથાને ચૂમીને કહ્યું કે મેડમ, તમે શાંત રહો, મારે તમારા પૈસા નથી જોતા. મળેલી જાણકારીના આધારે લૂંટેરાઓ 240 ડોલર અને અમુક અન્ય સામાન પણ લઈને ફરાફ થઇ ગયા છે.

જુઓ વિડીયો…


Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.