ચોરી કરવા માટે ગયો હતો આ વ્યક્તિ, પછી બન્યું કંઈક એવું કે હવે જિંદગીમાં ક્યારેય ચોરી કરવાનો વિચાર પણ નહિ કરે

ચોર ચોરી કરવા માટેના ઘણા પેતરાઓ કરતા હોય છે. ઘણીવાર તો ચોર એવી રીત અપનાવતા હોય છે જેની આપણે કલ્પના પણ ના કરી હોય, પરંતુ ઘણીવાર આવા ચોર માટે મુસીબત માથે લેવી ભારે પણ પડી જાય છે.

આવી જ એક ઘટના હાલ મેક્સિકોમાંથી સામે આવી છે, જ્યાં ચોરને ચોરી કરવા જવી ભારે પડી ગઈ અને તેને પછતાવવાનો વારો આવ્યો.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ચોરી કરવાના ઈરાદાથી એક ચોર ઘરની અંદર ઘુસી રહ્યો હતો પરંતુ અંદર જતી વખતે જ તેનું માથું રેલિંગમાં ફસાઈ ગયું. આ ચોર થોડીવાર માટે નહિ પરંતુ 3 કલાક સુધી તે રેલિંગમાં ફસાયેલો રહ્યો.

આસ પાસ રહેતા લોકોએ જણાવ્યું કે ચોર ઘણીવાર સુધી તે રેલિંગમાંથી નીકળવાનો પ્રયાસ કરતો જોયો અને ત્યારબાદ તેમને પોલીસને ફોન કર્યો. ત્યારબાદ પોલીસ આવી અને તેમને કટરની મદદથી તેને રેલિંગમાંથી બહાર કાઢ્યો.

ચોરનો એક હાથ અને માથું ખરાબ રીતે રેલિંગમાં ફસાઈ ગયું હતું અને આખું શરીર નીચે લટકી રહ્યું હતું. પોલીસે આવીને તેને બહાર કાઢ્યો અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો.

પોલીસે પણ ચોરને બહાર કાઢવા માટે ખુબ જ મહેનત કરી. એક પોલીસવાળાએ લટકી રહેલા ચોરને છત બાજુ ખેંચ્યો અને તેને બહાર કાઢીને તેને હાથકડી લગાવી દેવામાં આવી.

Niraj Patel