મનોરંજન

BREAKING : NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની ધરપકડને લઇને હાઇકોર્ટે આપી દીધો આ મોટો આદેશ- જાણો વિગત

બોલિવુડના અસલી સિંઘમ કહેવાતા NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પર મુશ્કેલીઓ આવી પડી છે. મુંબઈ ડગ કેસમાં સમીર વાનખેડેની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તેમના વિરૂદ્ધ હાલ તપાસ થઇ રહી છે. તેમના ઉપર ધરપકડની તલવાર લટકી રહી છે.

આ વચ્ચે સમીર વાનખેડેએ ગુરુવારનારોજ મુંબઇ ઉચ્ચ ન્યાયાલયનો દરવાજો ખટકાવ્યો હતો અને આ મામલાની તપાસ CBI કરે તેવી માંગ પણ કરી હતી, પરંતુ કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી હતી. પરંતુ હાઈકોર્ટ તરફથી વાનખેડે માટે રાહતના સમાચાર આવ્યા છે. હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો છે કે હાલના તબક્કે તેમની સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી ન કરે.

મુંબઈ NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવી રહેલી SIT વિરુદ્ધ હાઈકોર્ટમાં આ અરજી દાખલ કરી છે. તેમણે કહ્યું છે કે, જ્યારે એનસીબીના વરિષ્ઠ અધિકારીઓ આરોપોની તપાસ કરી રહ્યા છે, તો પછી સમાંતર તપાસની શું જરૂર છે? હાઈકોર્ટ વતી કહેવામાં આવ્યું છે કે જો સમીર વાનખેડેની મહારાષ્ટ્ર પોલીસ ધરપકડ કરે છે તો તેના માટે ત્રણ દિવસ પહેલા તેમને નોટિસ આપવી પડશે. પોલીસ નોટિસ વિના ધરપકડ કરી શકશે નહિ.

NCB ઓફિસર સમીર વાનખેડે આર્યન ખાન ડગ કેસની તપાસ કરી રહ્યા હતા, પરંતુ ત્યાર પછી તેના પર સતત આરોપો લાગ્યા હતા. પહેલા એનસીપીના નેતા નવાબ મલિકે દાવો કર્યો હતો કે સમીર વાનખેડે બોલિવૂડમાંથી કરોડોની ઉચાપત કરી રહ્યો હતો, ત્યારબાદ મુંબઈ ડગ કેસના એક સાક્ષીએ પણ આવો જ આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે શાહરૂખ ખાન પાસેથી તેના પુત્રને છોડાવવા માટે કરોડોની માંગણી કરવામાં આવી હતી.

આ આરોપો બાદ એનસીબીએ વાનખેડે સામે આંતરિક તપાસ શરૂ કરી હતી. જે બાદ તેની પણ પૂછપરછ કરવામાં આવી છે. ત્યાં મુંબઈ પોલીસ પણ આ કેસમાં તપાસ શરૂ કરવા જઈ રહી છે. આ માટે SITની રચના કરવામાં આવી રહી છે. સમીર વાનખેડેએ વચગાળાની સુરક્ષા માટે માંગ કરી છે.