આજથી સૂર્ય કરશે ગોચર, આ રાશિના લોકો પર આવશે મુસિબતોનો પહાડ

Surya Gochar 2022: આજે 15 જૂનના રોજ સૂર્ય ગોચર કરશે. સૂર્ય વૃષભ રાશિમાંથી નિકળીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય આવતા એક મહિના સુધી તે રાશિમાં રહેશે. જેનાથી બધી 12 રાશિઓ પર અસર થશે. તેમાંથી આ 4 રાશિ વૃષભ,સિંહ,મકર અને કુંભ માટે સૂર્ય બહુ લાભકારી સાબિત થશે. તો બીજી તરફ અન્ય પાંચ રાશિ માટે સૂર્યનું ગોચર શુભ નહીં રહે. તો આવો જાણીએ આવનાર એક મહિના માટે કઈ રાશિના જાતકોને સાવધાની રાખવાની જરૂર છે.

1.મેષ: આ રાશિના જાતકો માટે આવનારો સમય ખુબ સમસ્યાઓવાળો રહેશે. તેમની અને તેમના પરિવારની સ્વાસ્થ્ય સમસ્યાને લઈને મુશ્કેલી આવી શકે છે. આ ઉપરાંત ઘરમાં રહેલા ઉંમરલાયક લોકોની વિશેષ કાળજી રાખવી ઉપરાંત કોઈની પણ સાથે વાત કરતા પહેલા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારી વાત તેને ખોટું ન લાગે.

2.કર્ક: કર્ક રાશિના લોકોને પણ આવનારો સમય કપરો રહશે. ખાસ કરીને તેમને કોઈ મોટી બિમારીનો સામનો કરવો પડી શકે છે. તેથી ખાવાપીવાની બાબતમાં ખાસ કાળજી રાખવી. આ ઉપરાંત વર્ક પ્લેસ પર પણ સિનિયરો સાથે કામને લઈને વિવાદ થઈ શકે છે. તેથી વાણીમાં સંયમ રાખવો અને મનને શાંત રાખવા માટે સવારે યોગ અને ધ્યાન કરવું. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.

3.વૃશ્ચિક: સૂર્યનું મિથુન રાશિમાં ગોચર વૃશ્ચિક રાશિના લોકોને આર્થિક નુકશાન પહોંચાડી શકે છે. તેથી તમારે કોઈની પણ સાથે લેવળ દેવળ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું. આ ઉપરાંત આ સમયે તમારે નોકરી કે ધંધામાં વધુ એક્સપેરિમેન્ટ ન કરવા.

4.ધન: ધન રાશિના લોકો માટે આ સમયગાળા દરમિયાન ઘરકંકાસ વધી શકે છે. સૂર્યના ગોચરથી તમારા લગ્ન જીવનમાં સમસ્યા આવી શકે છે. તેથી પરિવારમાં શાંતિ જાળવવા માટે એક બીજા નિર્ણયોનો આદર કરવો અને ગુસ્સામાં કોઈ નિર્ણય ન લેવો.

5.મીન: મીન રાશિના લોકોએ આ સમયગાળા દરમિયાન સાવધાની પૂર્વક ચાલવાની જરૂર છે. તેમને વેપાર ધંધામાં ખોટનો સામનો કરવો પડી શકે છે. તેથી કોઈ પણ મોટી ડીલ કરતા પહેલા વિચારવું. આ ઉપરાંત સગા સંબંધીઓ સાથે પણ વિવાદ થઈ શકે છે. તમારી વાણી અને વર્તનમાં સંયમિતતા જાળવવી.

YC