જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, નવું વર્ષ અમુક રાશિઓ માટે ખુબ શુભ અને લાભકારી છે. નવા વર્ષમાં આ રાશિઓ પર ધનની દેવી માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. આ સાથે ધનના કારક શુક્ર ગ્રહ પણ મહેરબાન રહેશે.
મેષ રાશિ
વર્ષ 2025માં મેષ રાશિના જાતકો પર ધન અને ઐશ્વર્યના કારક શુક્ર દેવની વિશેષ કૃપા રહેશે. શુક્ર ગ્રહની અનુકૂળતાથી જીવનમાં ધનની તંગીની સમસ્યાથી મુક્તિ મળશે. કારોબારમાં જબરદસ્ત આર્થિક વૃદ્ધિ જોવા મળી શકે છે. રોકાણ સંલગ્ન મામલાઓમાં લાભના યોગ બનશે. નવા વર્ષમાં ધનની દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે. આ સાથે જ બિઝનેસ કરનારાઓને સારો નફો થઈ શકે છે. દૈનિક આવકમાં વધારો થશે, ખર્ચા ઘટશે, સુખના સાધનોમાં વધારો થશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોને નવા વર્ષમાં માતા લક્ષ્મીની વિશેષ કૃપા થશે. માતા લક્ષ્મીની કૃપાથી આવકના નવા સ્ત્રોત બનશે. આવકમાં વધારો થવાની સાથે કારોબારમાં પણ જબરદસ્ત આર્થિક લાભ જોવા મળશે. વર્ષ 2025માં પ્રોપર્ટીમાં રોકાણ કરનારાઓને ગજબનો ફાયદો થઈ શકે છે. નવા વર્ષમાં એવા તમામ કાર્યોમાં સફળતા મળશે જે લાંબા સમયથી અટકેલા હતા. રોકાણકારોના ફસાયેલા પૈસા પાછા મળી શકે છે. કોઈ મોટા કરજથી મુક્તિ મળી શકે છે.
કુંભ રાશિ
આ રાશિના સ્વામી કર્મફળ દાતા શનિદેવ છે અને વર્ષ 2025માં શનિનું પણ રાશિ પરિવર્તન થશે. આવામાં નવા વર્ષમાં શનિના ગોચરથી આ રાશિના જાતકો પર સકારાત્મક પ્રભાવ પડશે. નોકરીયાત લોકોને શનિદેવની વિશેષ કૃપા રહેશે. આ ઉપરાંત આ રાશિના જાતકો પર ધનના કારક શુક્ર પણ મહેરબાન રહેશે. શુક્રદેવની કૃપાથી વેપારમાં આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. કરિયર અને કારોબારમાં ચારેબાજુથી સફળતાના સંકેત છે. વર્ષ 2025માં કોઈ મોટી આર્થિક યોજના અમલમાં આવી શકે છે. રોકાણકારોને જબરદસ્ત રિટર્ન મળી શકે છે.
(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)