જ્યોતિષ શાસ્ત્ર

આ રાશિના જાતકોએ સોનાથી બનેલા આભૂષણો ના પહેરવા જોઈએ, જાણો કેમ ?

આજે મોટાભાગના લોકોને સોનુ પહેરવું ગમે છે. ભલે તે પુરુષ હોય કે સ્ત્રી સોનુ પહેરવું બધાને ગમતું હોય છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે સોનાનો સંબંધ પણ ગ્રહ સાથે જોડાયેલો છે. જેના કારણે કેટલીક રાશિઓના જાતકોનું સોનુ પહેરવું સારું માનવામાં નથી આવતું. કેટલીક રાશિઓ માટે તે શુભ છે તો કેટલીક માટે અશુભ.

Image Source

જ્યોતિષના જણાવ્યા પ્રમાણે સોનુ સૂર્ય ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. એટલા માટે કેટલીક રાશિઓના જાતકોએ સોનાના આભૂષણો ના પહેરવા જોઈએ. ચાલો જાણીએ એવી કેટલીક રાશિઓ વિશે.

1. વૃશ્ચિક રાશિ:
આ રાશિના જાતકોએ સોનાની વસ્તુઓથી દૂર જ રહેવું જોઈએ. તમારી રાશિ અને સૂર્ય બંને શત્રુ છે. જેના કારણે સોનુ ધારણ કરવું તમારી માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. સોનાની વીંટી પહેરવાના કારણે તમને દરેક કામમાં નિષ્ફળતા મળશે.

Image Source

2. કર્ક રાશિ:
જ્યોતિષ અનુસાર કર્ક રાશિના જાતકો માટે પણ સોનાની વીંટી પહેરવી યોગ્ય નથી માનવામાં આવતું. સોનુ પહેરવાથી તમારા જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે.

3. મીન રાશિ:
આ રાશિના જાતકો માટે પણ સોનુ ધારણ કરવું શુભ નથી માનવામાં આવતું. જ્યોતિષ અનુસાર માનવામાં આવે છે કે સૂર્ય અને મીન રાશિને એકબીજા સાથે બનતું નથી જેના કારણે આ રાશિના જાતકોને સોનુ પહેરવાથી ધન હાનિ થઇ શકે છે.