જીવનના બધા સંકટ ખત્મ કરવા માટે 10 દિવસ કરો સંકટનાશન ગણેશ સ્ત્રોતનો પાઠ, બપ્પા સાથે લઇ જશે બધા દુ:ખ-સંકટ
હિંદુ ધર્મ ગ્રંથોમાં ગણેશ પૂજાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય વ્યક્તિ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણેશની પૂજાથી કરવામાં આવે તો વ્યક્તિના દરેક કાર્ય કોઈપણ અવરોધ વિના પૂર્ણ થઈ જાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે. ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી ગણેશ ચતુર્થી શરૂ થાય છે. જણાવી દઈએ કે આ વખતે ગણેશ મહોત્સવ 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. 10 દિવસીય આ ફેસ્ટિવલ 17 સપ્ટેમ્બરે પૂર્ણ થશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ 10 દિવસોમાં ખૂબ જ ધામધૂમથી ઘરમાં બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ દોઢ દિવસ, ત્રણ દિવસ કે સાત દિવસ ગણપતિની સ્થાપના કરવા ઈચ્છે તો તે તેની ભક્તિ પ્રમાણે કરી શકે છે. પરંતુ ઘરમાં બાપ્પાની સ્થાપના કરતા પહેલા કેટલાક નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બાપ્પા વિશે એવી માન્યતા છે કે દુ:ખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે ઘરમાં ગણપતિની સ્થાપના કરવાની પરંપરા છે.
ઘરમાં બાપ્પાની સ્થાપના કરવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. વ્યક્તિને જીવનમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી. આ 10 દિવસોમાં બાપ્પાને પ્રસન્ન કરવા માટે ઘણા જ્યોતિષ ઉપાય જણાવવામાં આવ્યા છે. આ સાથે જો ગણેશ ચતુર્થીથી અનંત ચૌદસ સુધી ગણેશ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો વ્યક્તિને બાપ્પાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિ દેવામાં દબાયેલો હોય તો તેણે 10 દિવસ સુધી નિયમિત રીતે ગણેશ ઋણમુક્તિ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. તેનાથી જલ્દી જ ઋણમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખનો પ્રવેશ થાય છે.
ગણપતિ સ્તોત્ર
ध्यान : ॐ सिन्दूर-वर्णं द्वि-भुजं गणेशं लम्बोदरं पद्म-दले निविष्टम्
ब्रह्मादि-देवैः परि-सेव्यमानं सिद्धैर्युतं तं प्रणामि देवम्
મૂળ-પાઠ
सृष्ट्यादौ ब्रह्मणा सम्यक् पूजित: फल-सिद्धए,
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे.
त्रिपुरस्य वधात् पूर्वं शम्भुना सम्यगर्चित:,
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे.
हिरण्य-कश्यप्वादीनां वधार्थे विष्णुनार्चित:,
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे.
महिषस्य वधे देव्या गण-नाथ: प्रपुजित:,
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे.
तारकस्य वधात् पूर्वं कुमारेण प्रपूजित:,
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे.
भास्करेण गणेशो हि पूजितश्छवि-सिद्धए,
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे.
शशिना कान्ति-वृद्धयर्थं पूजितो गण-नायक:,
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे.
पालनाय च तपसां विश्वामित्रेण पूजित:,
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे.
इदं त्वृण-हर-स्तोत्रं तीव्र-दारिद्र्य-नाशनं,
एक-वारं पठेन्नित्यं वर्षमेकं सामहित:,
दारिद्रयं दारुणं त्यक्त्वा कुबेर-समतां व्रजेत्.
(Disclaimer:ઉપરોક્ત જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતુ નથી.)