ખબર

કોરોના વાયરસને હરાવવા માટે આ દેશ પાસેથી આ 4 બાબતો દુનિયાએ શીખવા જેવી છે

કોરોના વાયરસની સામે દુનિયાના મોટાભાગના દેશો લડત લડી રહ્યા છે. અમેરિકા જેવી મહાશક્તિ ધરાવતો દેશ પણ આ વાયરસ સામે ઘૂંટણિયે પડી ગયો છે. છતાં પણ વિશ્વમાં કેટલાક દેશ એવા છે જેમને કોરોના સામે વિજય મેળવી લીધો છે અને એમાં દક્ષિણ કોરિયા, સિંગાપુર અને ચાઈનાની નજીકમાં આવેલો દેશ તાઇવાન પણ છે. આ દેશમાં અપનાવવામાં આવેલી ચાર બાબતોએ કોરોનાને હરાવી દીધો, ચાલો જાણીએ કી છે એ ચાર બાબતો.

Image Source

કોરોના સામેની લડતમાં દક્ષિણ કોરિયાએ શું કર્યું:
તમને જાણીને નવાઈ લાગશે કે દક્ષિણ કોરિયાએ કોરોના સામે રક્ષણ મેળવવા માટે લોકડાઉનનો ઉપયોગ નહોતો કર્યો છતાં પણ કોરોના સામે જીત મેળવી છે. તેમને ચાર બાબતો ઉપર ધ્યાન આપ્યું અને કોરોનાને હરાવી દીધો.તેના ચાર મુખ્ય બાબતો આ હતી.

ઇન્વેસ્ટિગેશન:
દર્દીની સમગ્ર જાણકારી મેળવવામાં આવી, મેડિકલ હસ્તરી તપાસવામાં આવી, દર્દીને ડોક્ટર દ્વારા માહિતી આપવામાં આવી અને પરિવાર દ્વારા પણ સમગ્ર માહિતી મેળવવામાં આવી.
જોખમનું મૂલ્યાંકન:
દર્દીની જાણકારીની માહિતી ચકાસી, મેડિકલ રેકોર્ડ પણ તપાસવામાં આવ્યા, ફોન લોકેશન ટ્રેક કરવામાં આવ્યા, કાર્ડ ટ્રાન્જેક્શનની પણ તપાસ કરાવી.
સંપર્ક વર્ગીકરણ:
નજીકના લોકો વિષે માહિતી મેળવી, મિત્રો સંબંધીઓ વિષે પૂછપરછ કરવામાં આવી, જૂની બીમારી વિશે માહિતી મેળવી.
કોન્ટેક્ટ મેનેજમેન્ટ:
કોરોના વાયરસથી સંક્રમિત થયેલા લોકોને તરત ક્વોરેન્ટાઇ કરવામાં આવ્યા, તમેને ક્યાંય પણ આવવા જવા ઉપર રોક લગાવવામાં આવી.

Image Source

સિંગાપુર દ્વારા પણ મસ્ટર સ્ટ્રોક લગાવવામાં આવ્યો:
ચીન પછી જો બીજા કોઈ દેશમાં તરત કોરોના વાયરસ પહોંચ્યો હોય તો તે દેશ હતો સિંગાપુર, પણ આ દેશમાં સરકાર દ્વારા પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી, સિંગાપુરમાં 80 ટકા મામલાઓ બહારથી આવેલા લોકોમાં જ હતા જેને એક જ અઠવાડિયામાં શૂન્ય સુધી પહોચાવી દીધા. સિંગાપુર દ્વારા સમય રહેતા જ આંતરરાષ્ટ્રીય યાત્રાઓ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. સિંગાપુર દ્વારા પણ આ ચાર બાબતો અમલમાં મુકવામાં આવી હતી.

ટ્રાવેલને બેન કરવામાં આવ્યું, લોકડાઉન, કોન્ટેક્ટને તરસ કરવામાં આવ્યા, માસ્ક ઉપર જોર મુકવામાં આવ્યું.
ચીન, ઇટલી, સ્પેન જેવા 9 દેશોના લોકો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો સાથે સીસીટીવી દ્વારા બહારથી આવેલા લોકોને શોધી તેમન્સ ટેસ્ટ કરવામાં આવ્યા.

જે લોકો સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા હતા એ લોકોને શોધવામાં આવ્યા.
ટ્રેસ ટુ ગેધર એપ લોન્ચ કરવામાં આવી જેના દ્વારા ખબર પડી જતી હતી કે વ્યક્તિ સંક્રમિત લોકોને મળ્યો છે કે નહીં.

Image Source

ચીનના પાડોશી તાઇવાને પણ અનોખો ઉપાય શોધ્યો:
તાઇવાન ચીનનો પાડોશી દેશ હોવાના કારણે તેને આ વાયરસનો સૌથી વધારે ખતરો હતો.  તે છતાં પણ લોકડાઉન વગર તાઇવાને કોરોના ઉપર નિયંત્રણ મેળવી લીધું. કોરોના સામે લાડવા માટે તાઇવાને 100થી પણ વધારે ઉપાયો આજમાવ્યાં હતા, જેમાંથી આ ચાર મુખ્ય હતા.

વધુ પ્રમાણમાં ટેસ્ટ:
બહારથી આવવા વાળા લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો, ટ્રાવેલ અને હેલ્થ ડેટાને જોડીને તપાસ કરવામાં આવી, એ લોકોનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો જેને એ સમય દરમિયાન સામાન્ય ફલૂ હતો.

કવોરેન્ટાઇન:
લોકોને ક્વોરેન્ટાઇન કરવાની સાથે તે લોકો ઉપર નજર પણ રાખવામાં આવી, સીડીસીએ રિયલ ટાઈમ દેતા મોનિટર કર્યું, જે લોકો પાસે ફોન નહોતા એ લોકોને પણ ફોન આપવામાં આવ્યા.

બધા માટે માસ્ક:
2.3 કરોડની આબાદી માટે રોજ એક કરોડ માસ્ક બનાવામાં આવ્યા, અને કાળા બજારી ઉપર પણ કડક વલણ દાખવામાં આવ્યું.

ખોટા સમાચાર ઉપર કડક વલણ:
ખોટા સમાચાર ફેલાવવા ઉપર 76 લાખ રૂપિયા સુધીનો દંડ લગાવવામાં આવ્યો, જે લોકો મુનાફખોરી કરી રહ્યા હતા તેમના માટે 1થી 7 વર્ષની જેલ અને 1 કરોડ સુધીનો દંડની જોગવાઈ કરવામાં આવી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.