હેલ્થ

મૂળા સાથે ક્યારેય ના ખાવી જોઈએ આ વસ્તુઓ, નહીંતર ફસાઈ શકો છો મોટી બીમારીઓમાં, વાંચો કઈ વસ્તુ મૂળ સાથે ખાવી યોગ્ય નથી

ગુજરાતીમાં એક કહેવત છે કે “મૂળો મોગર અને દહીં, બપોર પછી નહીં” આપણા વડવાઓ જે કહેવત કહીને ગયા છે તે કદાચ યોગ્ય છે. મૂળો હંમેશા બપોર પહેલા જ ખાવામાં આવતો હોય છે. બપોર બાદ ખાધેલા મૂળાના ઓઢકાર પણ આવે છે તો તેના કેટલાક ગેરફાયદા પણ છે.

Image Source

મૂળાને આપણે ઘણી રીતે ઉપયોગમાં લેતા હોય છે. જમતી વખતે સલાડ તરીકે, મૂળાની ભાજી બનાવીને, તેના પરાઠા બનાવીને વગેરે વગેરે ઉપયોગ દ્વારા આપણે મૂળો આહાર તરીકે લઈએ છીએ. મૂળો ખાવો એકરીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે તો ઘણીવાર કેટલીક વસ્તુઓ સાથે મૂળો ખાવો નુકશાનદાયક પણ છે.

Image Source

આજે અમે તમને એવી જ કેટલીક વસ્તુઓ જણાવવા જઈ રહ્યા છે જે મૂળા સાથે ખાવામાં આવે તો શરીરમાં નુકશાન કરે છે.

Image Source
  1. દૂધ:
    દૂધ અને મૂળાને ક્યારેય એકસાથે ના ખાવો જોઈએ. જો તમે મૂળો ખાધો છે તો તેના 2-3 કલાક બાદ જ મૂળાનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે લાભકરક છે કારણ કે આ બંને જો સાથે લેવામાં આવે તો તમને ચહેરા સંબંધી સમસ્યાઓ થઇ શકે છે.

    Image Source
  2. કરેલા:
    કરેલા સાથે મૂળો ખાવો પણ શરીર માટે યોગ્ય નથી. કરેલાની કોઈ વસ્તુ કે મૂળાની કોઈ વસ્તુ ખાવા વચ્ચે ઓછામાં ઓછું તમારે 24 કલાકનું અંતર રાખવું જોઈએ કારણ કે આ બંને ભેગા થઇ અને પેટમાં રિએક્શન પેદા કરે છે જેનાથી તમને શ્વાસ લેવાની તકલીફ થઇ શકે છે અને હૃદયરોગનો હુમલો થવાની સંભાવના પણ વધી જાય છે.

    Image Source
  3. સંતરા:
    મૂળા અને સંતરાનું પણ એકસાથે સેવન ક્યારેય ના કરવું જોઈએ। આ બંને એકસાથે ખાવાથી પણ તમને પેટની સમસ્યા ઉધ્વી શકે છે. સંતરા સિવાય બીજી કોઈપણ ખટાશ વાળી વસ્તુ મૂળા સાથે ક્યારેય ખાવી ના જોઈએ.

    Image Source
  4. કાકડી:
    મોટાભાગે આપણે સલાડ તરીકે મૂળા સાથે કાકડીનો પણ સલાડમાં ઉપયોગ કરતા હોઈએ છે. પરંતુ મોટાભાગના લોકોએ નથી જાણતા કે કાકડી અને મૂળાને પણ એકસાથે ક્યારેય ખાવો ના જોઈએ. કારણ કે મુલાણી અંદર વિટામિન સી રહેલું છે અને કાકડીની અંદર રહેલું એસ્કોબ્રીનાઝ વિટામની સીને ચૂસી લે છે જેના કારણે આ બંનેને સાથે ખાવું પણ શરીર માટે નુકશાનકારક છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.