જો તમારા રસોડામાં આ 4 વસ્તુ થઇ ગઇ છે ખત્મ, તો જાણી લો કે તેનાથી શુ થઇ શકે છે

રસોઇમાં ખત્મ ના થવા દો આ વસ્તુઓ કારણ કે સામાન સાથે જશે બરકત

ઘરમાં રસોઇનું સૌથી અહેમ સ્થાન માનવામાં આવે છે. રસોઇથી ઘરના બધા સભ્યોનું ભરણ-પોષણ થાય છે. આ કારણે વાસ્તુ શાસ્ત્રમાં પણ રસોઇ ઘરને ખૂબ મહત્વનું માનવામાં આવે છે. જો રસોઇ ઘરમાં કોઇ પણ પ્રકારનો દોષ હોય છે તો તેની અસર સમગ્ર ઘરમાં જોવા મળે છે.

રસોઇ ઘરમાંથી એટલે કે કિચનમાંથી જો કોઇ વસ્તુ ખત્મ થઇ જાય તો વાસ્તુદોષ પેદા થવાની સાથે આર્થિક રીતે તંગીનો પણ સામનો કરવો પડી શકે છે. આ જ કારણ છે કે, ઘરના રસોડામાં કેટલીક વસ્તુઓને ખત્મ ના થવા દેવી જોઇએ.  તો ચાલો જાણીએ આ વસ્તુઓ વિશે…

1.ચોખા :
રસોઇ ઘરમાં ચોખાનું હોવું જરૂરી છે. કેટલાક લોકોને ચોખા વધારે પસંદ હોતા નથી હોતા અને તેને કારણે તેઓ ના મળવા પર ખાવાનું છોડી દે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, રસોઇ ઘરમાં ચોખાને પૂરી રીતે ખત્મ થવા પર શુક્ર ગ્રહનો દોષ લાગે છે. તેનાથી ઘરમાં ધન સાથે જોડાયેલી પરેશાનીઓ થાય છે.

2.હળદર :
હળદરને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. કોઇ પણ શુભ કાર્યમાં હળદરનો પ્રયોગ થાય છે. એવામાં તેનું ખત્મ થવાનું અશુભ માનવામાં આવે છે. હળદરનો સંબંધ બૃહસ્પતિ ગ્રહ સાથે માનવામાં આવે છે. એવામાં ખત્મ થવા પર ગુરુ ગ્રહનો અશુભ પ્રભાવ પડે છે. તેનાથી કારોબાર, નોકરીમાં પ્રગતિમાં બાધા આવે છે અને જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

3.લોટ :
રસોડામાં ઘરની સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે લોટ. લોટ વગર તો રોટલી બનતી નથી અને રોટલી વગર પેટ ભરવું મુશ્કેલ થઇ જાય છે. ઘરમાં પૂરી રીતે લોટ ખત્મ થવા પર માન-સમ્માનને હાનિ પહોંચે છે.

4.મીઠું :
વાસ્તુ અનુસાર મીઠાનું ઘરમાં ખત્મ થવું એ વાસ્તુદોષ પેદા કરવાનું કારણ બને છે. એવામાં આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ સાથે જ ઘરના સભ્યોમાં મનમુટાવ પણ થઇ શકે છે.

Shah Jina