નવરાત્રિએ ઘરમાં લાવો આ 5 વસ્તુ, ઘરમાં ક્યારેય નહીં થાય પૈસાની તંગી

નવરાત્રિએ માં દુર્ગાના આશિર્વાદ મેળવવા કરો આ કામ

નવરાત્રી 7 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. આ 9 દિવસો દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની વિશેષ પૂજા કરવામાં આવે છે. નવરાત્રિમાં પૂજા-પાઠ અને ઉપવાસ ઘણા નિયમો સાથે કરવામાં આવે છે. એવી માન્યતા છે કે જો નવરાત્રિ દરમિયાન કેટલીક વસ્તુઓ ઘરે લાવવામાં આવે તો માતા રાણી ચોક્કસપણે પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરે છે. ચાલો જાણીએ આ કઈ વસ્તુઓ છે.

1. કમળ પર બેઠેલા માતાની તસવીર : ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિ લાવવા માટે, નવરાત્રિ દરમિયાન દેવી લક્ષ્મીની એવી તસવીર લાવો, જેમાં તે કમળ પર બિરાજમાન હોય. આ સાથે તેમના હાથમાંથી પૈસાનો વરસાદ થઈ રહ્યો હોય. દેવી લક્ષ્મીનું પ્રિય ફૂલ કમળ છે. નવરાત્રિમાં ઘરમાં કમળનું ફૂલ અથવા તેનાથી સંબંધિત ચિત્ર લાવવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા રહે છે.

2. શ્રુંગારનો સામાન : નવરાત્રિ દરમિયાન મહિલાઓએ ઘરમાં શ્રુંગારનો સામાન જરૂર લાવવો જોઈએ. ઘરના મંદિરમાં શ્રુંગારની વસ્તુઓ સ્થાપિત કરવાથી મા દુર્ગાની કૃપા હંમેશા ઘરમાં રહે છે.

3. સોના અથવા ચાંદીનો સિક્કો : નવરાત્રિ દરમિયાન ઘરમાં સોના અથવા ચાંદીનો સિક્કો લાવવો શુભ માનવામાં આવે છે. જો સિક્કા પર દેવી લક્ષ્મી અથવા ભગવાન ગણેશની તસ્વીર હોય તો તે વધારે શુભ માનવામાં આવે છે. તમારા પર્સમાં સોના અથવા ચાંદીનો સિક્કો રાખો, આનાથી તમારા પર દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા બન્યા રહેશે.

4. મોરનું પીંછું(મોરપંખ) : શાસ્ત્રોમાં મોરના પીછાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવરાત્રિમાં માતા સરસ્વતીના પ્રિય મોરના પીંછાને ઘરે લાવવા અને તેને મંદિરમાં રાખવાથી ઘણા ફાયદા થાય છે. વિદ્યાર્થીઓના રૂમમાં મોરના પીંછા રાખવાથી તેમને વિદ્યા પ્રાપ્ત થાય છે. લોકર(તિજોરી) પાસે મોરના પીંછા રાખવાથી આર્થિક સ્થિતિ સુધરે છે. તે નકારાત્મક ઉર્જાથી પણ રક્ષણ આપે છે.

5. કેળાનો છોડ : કેળાનો છોડ નવરાત્રિ દરમિયાન ઘરમાં લાવવો જોઈએ. તેને ઘરના આંગણામાં લગાવો અને પૂજા કર્યા બાદ રોજ તેના પર જળ અર્પણ કરો. ગુરુવારે તેના પર દૂધ પણ ચઢાવવું જોઈએ. આમ કરવાથી, ઘરમાં પૈસાની કોઈ સમસ્યા રહેતી નથી.

YC