લોકો જેના ડેબ્યુની જોઇ રહ્યા છે રાહ, વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે તે સ્ટાર કિડ્સ

શાહરૂખ, અજય દેવગન… પપ્પાની પરીઓ આ સ્ટાર કિડ્સ કરશે આવનારા સમયમાં ડેબ્યુ…

બોલિવુડ સ્ટાર કિડ્સ અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે અને તેમાં પણ આ દિવસોમાં વધારે સ્ટાર કિડ્સની ચર્ચા થાય છે. ઘણા સ્ટાર કિડ્સ તો સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતા રહે છે.. બોલિવુડમાં ડેબ્યુ પહેલા ઘણા સ્ટાર કિડ્સે તેમની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ સારી એવી બનાવી લીધી છે.

ઘણા એવા સ્ટાર કિડ્સ છે, જે સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી છે, પરંતુ તેમણે હજી સુધી બોલિવુડમાં પગ મૂક્યો નથી. જો કે, ચાાહકો તેમના  ડેબ્યુની રાહ જોઇ રહ્યા છે. આજે અમે તમને એવા જ સ્ટાર કિડ્સ વિશે જણાવવા જઇ રહ્યા છે જેઓ તેમનો અભ્યાસ વિદેશમાં રહી પૂરો કરી રહ્યા છે અને આવનારા સમયમાં તેઓ બોલિવુડમાં પોતાની ઓળખ બનાવશે.

1.સુહાના ખાન : બોલિવુડમાં ડેબ્યુ પહેલા જ સેલિબ્રિટી બની ચૂકેલી શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન પણ એક્ટિંગમાં કરિયર બનાવવા માંગે છે. તે એક વિદેશી શોર્ટ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. જણાવી દઇએ કે, તે આ દિવસોમાં ન્યુયોર્ક યુનિવર્સિટીથી એક્ટિંગ શીખી રહી છે.

2.ન્યાસા દેવગન : અજય દેવગન અને કાજોલની લાડલી ન્યાસા દેવગનનું ટ્રાંસફોર્મેશન છેલ્લા દિવસોમાં ઘણુ ચર્ચામાં રહ્યુ હતુ. પરંતુ અત્યાર સુધી તેના ડેબ્યુને લઇને કોઇ જાણકારી સામે આવી નથી. તમને જણાવી દઇએ કે, આ સમયે ન્યાસા સિંગાપુરના યુનાઇટેડ વર્લ્ડ કોલેજ ઓફ સાઉથ ઇસ્ટ એશિયાથી પોતાનો અભ્યાસ પૂરો કરી રહી છે.

3.આર્યન ખાન : કિંગ ખાન શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનના ડેબ્યુની તો લોકો ઘણા સમયથી રાહ જોઇ રહ્યા છે. પરંતુ SRKની માનીએ તો તેમના દીકરા આર્યનને એક્ટિંગમાં કોઇ દિલચસ્પી નથી. તે ડાયરેક્શનની દુનિયામાં નામ કમાવવા માંગે છે, આ માટે તે યુનિવર્સિટી ઓફ સદર્ન કેલિફોર્નિયામાં સિનેમૈટિક આર્ટ્સનો કોર્સ કરી રહ્યો છે.

4.ઇબ્રાહિમ અલી ખાન : બોલિવુડના નવાબ સૈફ અલી ખાનનો દીકરો ઇબ્રાહિમ અલી ખાન શર્મીલા એક્ટર્સમાંનો એક છે. તેના કેટલાક ફોટોશૂટ એટલા વાયરલ થયા છે કે હવે લોકોને લાગવા લાગ્યુ છે કે તે જલ્દી જ ફિલ્મોમાં ડેબ્યુ કરવાના છે. તમને જણાવી દઇએ કે, ઇબ્રાહિમ હાલમાં લંડનમાં અભ્યાસ કરી રહ્યા છે. તેના પિતા અનુસાર તેને એક્ટિંગમાં નહિ પરંતુ ડાયરેક્શનમાં રસ છે.

5.ખુશી કપૂર : શ્રીદેવી અને બોની કપૂરની મોટી દીકરી જાહ્નવી કપૂર આ દિવસોમાં બોલિવુડમાં પોતાનું નામ બનાવી રહી છે. તેણે ઓછા સમયમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે, ત્યારે બોની કપૂર અને શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર પણ બોલિવુડમાં તેનું નામ બનાવવા માંગે છે. ખુશી કપૂરના ડેબ્યુની ચાહકો ખૂબ રાહ જોઇ રહ્યા છે. આ સમયે તે ન્યુયોર્ક ફિલ્મ ઇન્સ્ટિટયૂટથી એક્ટિંગનો અભ્યાસ કરી રહી છે.

6.અલાવિયા જાફરી : જાવેદ જાફરીના દીકરી મિજાન જાફરી તો ફિલ્મમાં ડેબ્યુ કરી ચૂક્યા છે. ત્યારે તેમની દીકરી અલાવિયા જાફરીના ગ્લેમરસ ફોટોશૂટ અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે અને તેની એક્ટિવિટીઝને જોતા બધાને એવું લાગે છે કે તે જલ્દી જ ડેબ્યુ કરશે. પરંતુ તમને જણાવી દઇએ કે, તે ન્યુયોર્ક ફેશન સ્કૂલ ઓફ ટેક્નોલોજીથી અભ્યાસ કરી રહી છે.

7.યશવર્ધન આહુજા : યશવર્ધન આહુજા તેમના જમાનાના સુપરસ્ટાર રહેલા ગોવિંદાનો દીકરો છે. યશવર્ધન પણ તેના પિતાની જેમ હિરો બનવા માંગે છે. તે તેનું કરિયર શરૂ કર્યા પહેલા લંડનની મેટ ફિલ્મ સ્કૂલથી એક્ટિંગનો અભ્યાસ કરી રહ્યા છે.

8.દિશાની ચક્રવર્તી : દિશાની ચક્રવર્તીની બોલ્ડનેસ પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. અત્યાર સુધી તે કોઇ ફિલ્મમાં નજર આવી નથી પરંતુ આ દિવસોમાં તે ન્યુયોર્ક ફિલ્મ એકેડેમીથી એક્ટિંગનો કોર્સ કરી રહી છે.

Shah Jina