સાઉથ ઇન્ડસ્ટ્રીની આ અભિનેત્રીઓના 30 વર્ષ બાદ પણ નથી થયા લગ્ન, આજે પણ કુંવારી અને એકલવાયું જીવન જીવે છે

39 વર્ષની અનુષ્કા શેટ્ટી, 32 વર્ષની રકૂલ પ્રીત સિંહ…હજુ પણ કુંવારી છે સાઉથની આ હસીનાઓ, ફેન્સ બોલ્યા મને મોકો આપને

સાઉથ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ તેમની સુંદરતા અને ટેલેન્ટના દમ પર ઇન્ડસ્ટ્રીમાં છવાયેલી રહે છે. લોકો તેમની પર્સનલ લાઈફને લઈને ઘણું બધું જાણવા માંગતા હોય છે. આજે અમે જણાવીશું કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જેમણે 30 વર્ષ કરતા પણ વધુ ઉંમર થઇ ગઈ હોવા છતાં લગ્ન કર્યા નથી.

રકુલ પ્રીત સિંહ : રકુલ પ્રીત સિંહ આ દિવસોમાં તેના આવવા વાળા પ્રોજેક્ટના લીધે ચર્ચામાં રહે છે. રકુલ પ્રીત આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ ‘ડોક્ટર જી’માં નજર આવશે. તેની પહેલા રકુલ પ્રીત સરદારના ગ્રેડસન જેવી બોલિવૂડ ફિલ્મોમાં નજર આવી હતી.

બોલિવૂડની પહેલા રકુલ પ્રીતે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાયું હતું અને અત્યારે પણ તે સમય નીકાળીને સાઉથની ફિલ્મો પણ કરે છે. રકુલ પ્રીતનો અત્યારે લગ્ન કરવાનો કોઈ જ ઈરાદો નથી કેમકે રકુલ હાલ ફિલ્મોમાં વ્યસ્ત છે રકુલ પ્રીત 32 વર્ષની છે.

રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. તે ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે અને ઘણીવાર તેની તસવીરો વાયરલ પણ થતી રહે છે.

રકુલને થોડા સમય પહેલા ગ્રીન શેડના ટોપ સાથે સ્પોટ કરવામાં આવી હતી. આ સાથે તેણે બ્લુ કલરની રિપ્ડ જીન્સ મેચ કરી હતી. રકુલ આ આઉટફિટમાં તેના ટોન્ડ એબ્ડમન ફ્લોન્ટ કરી રહી છે, જે ફિટનેસ ગોલ આપતા દેખાઇ રહ્યા છે.

રકુલને તેના ઘરની બહાર વ્હાઇટ અને બ્લેક કોમ્બિનેશનના આઉટફિટમાં સ્પોટ કરવામાં આવી હતી, તેમાં તે ઘણી જ સ્ટાઇલિશ અને એટ્રેક્ટિવ લાગી રહી હતી. બોડી હેગિંગ ટોપ્સમાં રકુલ પાસે ઘણુ કલેક્શન છે. તેને પહેલા પિંક કલરના લો કટ બ્લેક ટોપમાં સ્પોટ કરવામાં આવી હતી. જેની સાથે તેણે બેગી જીન્સ મેચ કર્યુ હતુ.

અનુષ્કા શેટ્ટી : 39 વર્ષની અનુષ્કા શેટ્ટીએ પણ અત્યાર સુધી લગ્ન કર્યા નથી. અનુષ્કાનું નામ બાહુબલી કો-સ્ટાર પ્રભાસની સાથે ઘણું ચર્ચામાં રહ્યું પરંતુ બંનેએ લગ્નની ખબરોથી હાથ ઊંચા કરી લીધા હતા.

શ્રુતિ હાસન : સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 36 વર્ષની શ્રુતિ ખુબ જ ફેમસ અભિનેત્રી છે. શ્રુતિએ સાઉથ સિવાય બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. શ્રુતિ હાલના સમયમાં શાંતનુ હઝારીકા નામના વ્યક્તિને ડેટ કરી રહી છે પરંતુ શ્રુતિને લગ્નનો હાલ કોઈ જ ઈરાદો નથી.

ઇલિયાના ડીક્રુઝ : ઇલિયાનાએ તેની ફિલ્મની શરૂઆત સાઉથ ઇન્ડસ્ટ્રીથી કરી હતી. ઇલિયાના થોડા સમય પહેલા તેના બોયફ્રેન્ડ એંડૂ નિબોનની સાથે સંબંધોને લઈને ચર્ચામાં હતી પરંતુ બંનેનું લિવઇન રિલેશન તૂટી ગયું હતું. ઇલિયાના અત્યારે સિંગલ લાઈફ એન્જોય કરી રહી છે. ઇલિયાના 34 વર્ષની છે.

તૃષા કૃષ્ણન : સાઉથ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી તૃષા કૃષ્ણન 38 વર્ષની ઉંમરે પણ સિંગલ છે. મીડિયા રિપોર્ટ અનુસાર તૃષા કૃષ્ણન ઘણા વર્ષો સુધી રાણા દગ્ગુબતીને ડેટ કરતી હતી પરંતુ ત્યારબાદ તેમનું બ્રેકઅપ થઇ ગયું હતું. રાણાએ મિહિકા બજાજ સાથે લગ્ન કરી લીધા હતા. અને તૃષાએ 2015માં બિઝનેઝમેન વરુણ મેનિયન જોડે સગાઇ કરી લીધી હતી પરંતુ તે પણ થોડા સમય બાદ તૂટી ગઈ હતી. તૃષા કૃષ્ણનનું કહેવું છે કે હું જયારે પણ લગ્ન કરીશ તે લવ મેરેજ જ કરીશ.

Patel Meet