નીરજ ચોપડાની સાથે રૂમ શેર કરવાથી ડરે છે તેમનો આ મિત્ર, જણાવ્યું કારણ

વિજેતા નીરજ ચોપડા હમણાં જ ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ જીતાડીને ઇતિહાસ રચી દીધો હતો. તેમને ભારતના એથ્લેટીક્સમાં પહેલો ઓલમ્પિક મેડલ જીતાડ્યો હતો. તેના માટે પૂરો દેશ બે દિવસથી જશ્નમાં ડૂબેલા છે. તેવામાં નીરજના સૌથી ખાસ અને જૂના મિત્ર તેજસ્વિન શંકરે તેમના વિશે નવો ખુલાસો કર્યો છે. તેમણે આ ક્ષણ જોઈને ખુશી વ્યક્ત કરી.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ તેજસ્વિન શંકરે જણાવ્યું કે તેમને ભારતીય મહિલા હોકી ટીમના સાઇટિફિક સલાહકાર અને તેમના મિત્ર વેન લોમ્બાર્ડનો વીડિયો કોલ આવ્યો હતો. તે સમયે તેજસ્વિન શંકર સુઈ રહ્યા હતા. શંકરે જયારે ઊંઘમાં લોમ્બાર્ડનો કોલ ઉઠાવ્યો તો સામેનો મંજર જોઈને હેરાન રહી ગયો હતો. તેને વીડિયો કોલ ઉપર તેમના મિત્ર નીરજ ચોપડાના ગળામાં ગોલ્ડ મેડલ જોયો હતો.

શંકર ઊંઘમાં હતા અને જ્યારે ઊંઘમાં લોમ્બાર્ડના વીડિયો કોલ પર નીરજનો ગોલ્ડ મેડલ પહેરેલો જોયો તો પહેલા તે સપનું સમજી રહ્યા હતા.  ત્યારબાદ ઉભા થઈને બાથરૂમમાં ગયા અને  મોઢું ધોયા પછી પાછો આવ્યો. આ પછી, જ્યારે તેને સમજાયું કે આ સપનું નથી  સાચું છે, ત્યારે તે ભાવુક થઈ ગયા હતા. જ્યારે તેના નજીકના મિત્ર નીરજે ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે તેજસ્વિન આંસુ રોકી શક્યો નહીં.

પોતાની ખુશી વ્યક્ત કરતા તેજસ્વિને કહ્યું કે તે નીરજ સાથે બેંગ્લોરમાં એક રૂમમાં 15 દિવસ સાથે રહેલા છીએ. ભારતીય ખેલાડીએ કહ્યું કે, ભલે નીરજ હવે ઓલિમ્પિક ચેમ્પિયન બની ગયો હોય, પણ તે હજુ પણ નીરજ સાથેના રૂમમાં હોવાનો ડર અનુભવે છે. કારણ કે તેઓ તેમના રૂમમાં પ્રવેશતાની સાથે જ તેમના કપડા પલંગ પર સૂકાતા જોવા મળશે.  મોજાં રૂમની વચ્ચે ક્યાંક પડેલા જોવા આવશે. જોકે, તેણે નીરજને કશું કહ્યું નહીં, કારણ કે તેની સાથે રૂમમાં રહેવું મોટી વાત છે.

નીરજ ભારત આવી પહોંચ્યો છે. એરપોર્ટ ઉપર નીરજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેની સાથે તસ્વીર લેવા માટે લોકોની ભીડ એરપોર્ટ ઉપર ઉમટી પડી હતી. એરપોર્ટ ઉપર પણ તેની જય જય કાર થઇ. નીરજ સાંજે લગભગ 5 વાગે એરપોર્ટ ઉપર ઉતર્યો. ત્યાં પહેલા અધિકારીઓએ તેનું સ્વાગત કર્યું. ત્યારબાદ પરિવારે તેનું સ્વાગત કર્યું.

નીરજે તેના માતા-પિતાના ચરણ સ્પર્શ કરી અને આશીર્વાદ પણ લીધા. ત્યારે હવે નીરજની રાહ જોવામાં પાનીપતના લોકો નજરો ટેકવીને બેઠા છે. ચર્ચા ચાલી રહી છે કે નીરજ 15 ઓગસ્ટ પછી પાનીપત જશે. ત્યારે નીરજની માતા સરોજ દેવીનું કહેવું છે કે નીરજ જયારે ઘરે આવશે ત્યારે તેને તેનું મનપસંદ ચુરમુ બનાવીને તેને ખવડાવીશ અને પાનીપતમાં તેનું સ્વાગત કરીશ.

Patel Meet