જ્યોતિષ શાસ્ત્ર

દિવાળીના દિવસે તિજોરીમાં પૈસા રાખતી સમયે આ મંત્ર બોલો, પૈસાદાર બનવામાં ખુદ લક્ષ્મીજી મદદ કરશે

કારતક મહિનાની અમાસના દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 14નવેમ્બરના રોજ દિવાળી આવી રહી છે. દિવાળીના દિવસે લક્ષ્મી માનું પૂજન કરવું જોઈએ. માનવામાં આવે છે કે એ દિવસે મા લક્ષ્મીની પૂજા વિધિસર કરવામાં આવે તો આખું વર્ષ ધનવર્ષા થતી રહે છે.

image source

આમ તો મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દિવાળીના દિવસે ઘણા ઉપાય કરવામાં આવે છે. પણ અમે તમને થોડા એવા મંત્રો જણાવવા જઈ રહ્યા છીએ જેનો દિવાળીના દિવસે જાપ કરવાથી ક્યારયે ધનની કમી નહીં થાય. ગ્રંથોમાં મા લક્ષ્મીને ચંચળ કહેવામાં આવ્યા છે એ ક્યારેય એક જગ્યા પર ટકી નથી રહેતા. એટલા માટે દિવાળીના દિવસે મા લક્ષ્મીની વિધિવત પૂજા કરીને આખું વર્ષ તેમની કૃપા બનાવી રાખે તેવી પ્રાર્થના કરવામાં આવે છે.

image source

“ॐ नमो पद्मावती पद्मनये लक्ष्मी दायिनी वांछाभूत प्रेत
विंध्यवासिनी सर्व शत्रु संहारिणी दुर्जन मोहिनी ऋद्धि-सिद्धि वृद्धि कुरू कुरू स्वाहा। ॐ क्लीं श्रीं पद्मावत्यैं नमः।”

આ મંત્ર મહત્વપૂર્ણ છે. આ મંત્રનો જાપ દિવાળીના દિવસે કરવો જોઈએ. જે વ્યક્તિ આ મંત્રનો જાપ કરતી હોય તેને લાલ કપડાં પહેરવા જોઈએ સાથે જ તેમાં જરૂરી દરેક વસ્તુને લાલ રંગમાં રંગી નાખવી જોઈએ. જો દિવાળીના દિવસે આ મંત્રનો જાપ 21 વખત કરવામાં આવે તો એ વ્યક્તિને વેપારમાં પ્રગતિ અને આર્થિક સફળતા મળે છે.

દિવાળી બાદ દરરોજ આ મંત્રનો જાપ દિવસમાં 21 વખત કરવો જોઈએ. જો દિવાળીના દિવસે તમે આ મંત્રના જાપની શરૂઆત ન કરી શકો તો શનિવારે અથવા તો રવિવારે આ જાપની શરૂઆત કરવી જોઈએ.

image source

‘ऐं ह्रीं श्रीं ज्येष्ठा लक्ष्मी स्वयंभुवे ह्रीं ज्येष्ठायै  नमः’

દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન પછી તરત જ જો આ મંત્રનો જાપ 101 વખત કરવામાં આવે તો આ મંત્ર સિદ્ધ થઇ જાય છે. લક્ષ્મીજી તરત પ્રસન્ન થઇ જશે અને આખું વર્ષ ધન વર્ષ થતી રહશે. પણ એક વખત આ મંતનો જાપ શરુ કર્યા બાદ 101 વખત બોલાઈ ન જાય ત્યાં સુધી ઉભું થવું જોઈએ નહીં. સાથે જ મનને પણ આ મંત્રના જાપમાં એકાગ્ર રાખવું જોઈએ.

image source

“ॐ नमो महादेवी सर्वकार्य सिद्धकारिणी जो पाती पूरे विष्णु महेश तीनों देवतन मेरी भक्ति गुरु की शक्ति श्री गुरु गोरखनाथ की दुहाई फुरोमंत्र ईश्वरो वाचा”

વ્યવસાયિક બાબતમાં કોઈ પણ પ્રકારની સફળતા મેળવવા આ મંત્રનો 31 વખત જાપ કરવો જોઈએ. દિવાળીના દિવસે આ મંત્રનો જો 31 વખત જાપ કરવામાં આવે તો આ મંત્ર સિદ્ધ થઇ જાય છે અને વ્યવસાયિક બાબતોમાં અપાર સફળતા મળે છે.

image source

‘ॐ श्रीं ह्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्मयै नम:’

આ સરળ મંત્રનો જો 108 વખત જાપ કરવામાં આવે તો ધનની કમી ક્યારેય નહીં થાય સાથે જ અટકેલ પૈસા મળી જશે. લક્ષ્મી પૂજન બાદ સંપૂર્ણ શુદ્ધતાથી આપેલ મંત્રનો જાપ કરવો જોઈએ.

‘नमो धनदायै स्वाहा’

આ મંત્રનો જાપ આ દિવાળીથી શરુ કરી અને આવતી દિવાળી સુધી દરરોજ 1008 વખત કરવાથી લક્ષ્મી માની કૃપા દ્રષ્ટિ આખું વર્ષ બની રહેશે. ક્યારેય પણ આર્થિક તંગીની સમસ્યા નહીં ઉદભવે.

image source

‘ह्रीं क्लीं महालक्ष्म्यै श्री पार्वत्यै नमः महालक्ष्मी महाकाली महादेवी महेश्वरी महापूर्णि महामाया हाधर्मेश्वरी अहीं। मुक्ता माता धरा माया मेधा महोदरी महाजननी जगन्माता महामुधोतिनी अहीं।’

આ મંત્રનો જાપ દિવાળીના દિવસથી શરુ કરી બીજા 16 દિવસ સુધી સતત 108 વખત કરવાથી સંતાન પ્રાપ્તિ થશે. સાથે જ ધનની પ્રપ્તિના માર્ગો પણ ખુલશે. આ થોડા એવા મંત્રો છે જેનો જાપ દિવાળીના દિવસે લક્ષ્મીપૂજન બાદ કરવાથી લક્ષ્મીજી તરત પ્રસન્ન થઇ જશે અને વર્ષ આખું ધનવર્ષા થતી રહેશે.