હથેળીની આ રેખાઓ અને નિશાન બતાવે છે કે તમે કેટલા ધનવાન છો, આવા લોકોના જીવનમાં કયારેય નથી આવતી પૈસાની કમી

હસ્તરેખા : જે લોકોની હથેળીમાં હોય છે આ ખાસ રેખાઓ, તે હોય છે ધનવાન – જલ્દી જુઓ તમે આવા નસીબદાર છો કે નહિ

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, હથેળીની રેખાઓ જોઈને જીવનના દરેક પાસાઓની જાણ થાય છે. જેમ હથેળીની જીવન રેખા વય દર્શાવે છે. ભાગ્ય રેખા નસીબ વિશે જણાવે છે અને મગજ રેખા બૌદ્ધિક ક્ષમતા દર્શાવે છે. તેવી જ રીતે, કેટલીક વિશેષ રેખાઓ જણાવે છે કે કોઈ વ્યક્તિ કેટલા પૈસા કમાશે. જાણો હથેળી પરની કઈ રેખાઓ ધનવાન હોવાનો સંકેત આપે છે.

1.જો શનિ પર્વતની નીચે વાળો ક્ષેત્ર અને શુક્ર પર્વત વધારે ઉભરાયેલો હોય, સુંદર હોય અને ભાગ્ય રેખા શુક્ર પર્વત અંગૂઠા પાસે વાળા ક્ષેત્રથી શરૂ થઇને શનિ પર્વતના મધ્ય સુધી પહોંચે તો આવા લોકોના જીવનમાં કયારેય પણ ધનની કમી નથી થતી, આવા લોકો અપાર ધન કમાય છે

2. જો વ્યક્તિના બંને હાથમાં ભાગ્ય રેખા મણિબંધથી શરૂ થઈને સીધી શનિ પર્વત પર જાઇ રહી હોય, સૂર્ય રેખા પણ પાતળી અને લાંબી હોય, મસ્તક રેખા અને વય રેખા પણ સારી હોય તો આવા સમયે ગજલક્ષ્મી યોગ બને છે. આ યોગથી વ્યક્તિને અચાનક ધનલાભ થાય છે.

3. જો વ્યક્તિના હાથમાં ભાગ્ય રેખા અને ચંદ્ર રેખા એકસાથે શનિ પર્વત સુધી પહોંચે છે તો આવા લોકો ખૂબ ધનવાન પણ હોય છે.

4. જો ભાગ્ય રેખા નાની આંગળીના નીચેના ભાગથી શરૂ થઈને કોઈ પણ રેખા કાપ્યા વિના શનિ પર્વત સુધી પહોંચે છે તો તે પણ શુભ છે. આવી વ્યક્તિ જીવનમાં ખૂબ પૈસા પણ કમાય છે.

જો હથેળીમાં રેખાઓ સીધી હોય તો તેનો સ્પષ્ટ અર્થ છે કે આવનારા સમયમાં તમે ખૂબ પૈસા કમાવશો. બીજી તરફ, જ્યારે હથેળીની મની રેખા સીધી ન હોય તો તેનો અર્થ એ છે કે પૈસા ટકશે નહીં. જ્યારે હથેળીની ભાગ્ય રેખા, જીવન રેખા અને મગજ રેખા દ્વારા M નું ચિન્હ બને છે ત્યારે વ્યક્તિ ધનવાન બને છે. ધનની સાથે સંપત્તિમાં પણ વધારો થાય છે.

જો રિંગ ફિંગરના નીચેનો ભાગ અને શુક્ર પર્વત બંને ઉભા હોય અને તે સ્પષ્ટ રહે તો ભાગ્ય રેખા શુક્ર પર્વત પર જાય તો તે શુભ ગણાય છે. જેની પાસે આવી હથેળી હોય તેને પૈસાની કમી નથી લાગતી. આ સિવાય આવા લોકો જીવનમાં ખૂબ પૈસા કમાય છે.

Shah Jina