મોટાભાગે આપણે વસ્તુઓને સારી રાખવા માટે ફ્રિજનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બજારમાંથી લાવેલા શાકભાજી, બ્રેડ જેવી વસ્તુઓને આપણે લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે આપણે ફ્રિજમાં જ મૂકી દેતા હોઈએ છીએ, પરંતુ કેટલીક એવી વસ્તુઓ પણ હોય છે જેને ફ્રિજમાં મુકવાથી તે ખરાબ પણ થઇ શકે છે. આજે આપણે કેટલીક એવી જ વસ્તુઓ વિશે જાણીશું જે ફ્રિજમાં મુકવાથી ખરાબ પણ થઇ શકે છે. જે તમે પણ ફ્રિજમાં જ રાખતા હશો.

કેળા:
પાકેલા કેળા થોડા સમય સુધી પોતાની સ્થિતમાં કાયમ રહે છે, પરંતુ થોડા કાચા કેળા અને કડક કેળા ફ્રિજમાં ક્યારેય નહિ પાકે, ફ્રીજમાંથી કાઢવા પછી તેની ઉપરનું પડ કાળું પડી જશે, કેળું ઉષ્ણકટિબંધીય ફળ હોય છે. કેળાના સેલની દીવાલોમાં ઠંડીથી બચવાનું કોઈ પ્રાકૃતિક સુરક્ષા કવચ નથી હોતું, જેના કારણે કેળું ઠંડા તાપમાનના કારણે ઢીલું પડવા લાગે છે.

લસણ:
લસણને પ્લાસ્ટિકની બેગ અથવા તો ફ્રિજમાં રાખવાના કારણે તે ફુગયુક્ત અથવા તો ઢીલું પડવા લાગી જાય છે. લસણને સુરક્ષિત રાખવા માટે એક સારો ઉપાય છે કે તેને રૂમના તાપમાનની એન્ડ સૂકી અથવા તો કોઈ અંધારી જગ્યા ઉપર રાખીને તાજું રાખી શકો છો. ઓરડો એવો હોવો જોઈએ કે જેમાં હવા નિકાસ માટે એક સામાન્ય પ્રકાશ આવતો હોય.

બ્રેડ:
ફિરજની અંદર બ્રેડ રાખવી ફાયદાકારક નથી. બ્રેડને ફ્રિજમાં રાખવાના કારણે તેનો સ્વાદ પ્રભાવિત બને છે, ઠંડુ તાપમાન સ્ટાર્ચનું કારણ બને છે અને એટલે જ તે ફ્રિજમાં સુકાઈ શકે છે.

બટાકા:
બટાકાને સૂકી અથવા તો ઠંડી જગ્યા ઉપર રાખી શકાય છે. ફ્રિજની અંદર બટાકાને રાખવાના કારણે તેના સ્ટાર્ચ ખાંડમાં બદલાઈ શકે છે, જેના કારણે તેની બનાવટમાં ફર્ક પડશે અને તેનો રંગહીન થવાનું કારણ પણ તે બનશે. આવી સ્થિતિમાં બટાકાને પકાવવા ઉપર તે મીઠા લાગશે. બટાકા માટે 45 ડિગ્રીનું તર્પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.